અમારી પાસે હથિયારોથી સજ્જ ૧૦૦૦ ફાઇટર્સ તૈયાર છે

30 May, 2026 11:07 AM IST  |  Toronto | Gujarati Mid-day Correspondent

બિશ્નોઈ ગૅન્ગે કૅનેડાની પોલીસને મોકલ્યો ધમકીભર્યો પત્ર...

ફાઇલ તસવીર

લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે કૅનેડાની પોલીસને એક ધમકીભર્યો પત્ર મોકલ્યો છે અને એમાં આ ગૅન્ગે દાવો કર્યો હતો કે એની પાસે હથિયારોથી સજ્જ ૧૦૦૦ ફાઇટર્સ તૈયાર છે. આ ફાઇટર્સ સાઉથ એશિયન ઇમિગ્રન્ટ્સને નિશાન બનાવવા માટે તૈયાર છે.

આ પત્ર ૨૦૨૫ની ૧૩ ઑગસ્ટે લખવામાં આવ્યો હતો. ગુરુવારે એડમોન્ટનના પોલીસ-કૉન્સ્ટેબલ કેવિન સેન્ટ લુઇસે એનો ખુલાસો કર્યો હતો. આ પત્ર બ્રિટિશ કોલંબિયાના એબૉટ્સફૉર્ડના એક પોલીસ-સ્ટેશનને મોકલવામાં આવ્યો હતો. પત્રમાં લખવામાં આવ્યું હતું કે બિશ્નોઈ પાસે મોટી ગૅન્ગ છે અને એની પાસે હથિયારો છે. ગૅન્ગે દરેક બિઝનેસમૅન પાસેથી ટૅક્સરૂપે પ્રોટેક્શન-મની માગ્યા છે.

લૉરેન્સ બિશ્નોઈ ૨૦૧૫થી જેલમાં બંધ છે. જોકે તેની ગૅન્ગ સક્રિય છે. તેના પર જેલમાંથી ગૅન્ગ ચલાવવાનો આરોપ છે. કૅનેડામાં બ્રિટિશ કોલંબિયાના લોઅર મેનલૅન્ડ સરે અને અબૉટ્સફૉર્ડ, અલ્બર્ટા, ઑન્ટારિયો અને મનિટોબામાં આ ગૅન્ગની ગતિવિધિ વધારે છે.

canada lawrence bishnoi international news world news news