29 September, 2023 02:54 PM IST | Pakistan | Gujarati Mid-day Online Correspondent
બ્લાસ્ટની પ્રતીકાત્મક તસવીર
જિયો ન્યૂઝના રિપૉર્ટ પ્રમાણે, વિસ્ફોટ મસ્તુંગ જિલ્લામાં થયો. બલૂચિસ્તાનનો દક્ષિણ-પશ્ચિમ પ્રાંત ભૂતકાળમાં ઈસ્લામી અને અલગાવવાદી આતંકવાદીઓના હુમલાનું સ્થળ રહ્યું છે.
Blast Near Masjid in Pakistan: પાકિસ્તાનમાં (Pakistan) એક મસ્જિદ નજીક જબરજસ્ત બૉમ્બ બ્લાસ્ટ થયો છે, જેમાં 15 લોકોના જીવ ગયા છે અને 50થી વધારે ઈજાગ્રસ્ત કહેવામાં આવી રહ્યા છે. બૉમ્બ બ્લાસ્ટ દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં થયો, જ્યાં મસ્જિદની બહાર ઘણાં લોકો હાજર હતા. જિયો ન્યૂઝના રિપૉર્ટ પ્રમાણે, વિસ્ફોટ મસ્તુંગ જિલ્લામાં થયો. બલૂચિસ્તાનનો દક્ષિણ-પશ્ચિમી પ્રાંતમાં ભૂતકાળમાં ઈસ્લામી અને અલગાવવાદી આતંકવાદીઓના હુમલાનું સ્થળ રહ્યું છે.
વરિષ્ઠ સ્થાનિક પોલીસ અધિકારી જાવેદ લેહરીએ કહ્યું, "આ એક આત્મઘાતી હુમલો લાગે છે." તેમણે જણાવ્યું કે હુમલાખોરે પોલીસ ઉપાધીક્ષક નવાઝ ગિશ્કોરીના વાહન પાસે પોતાની ઉડાડી લીધો. જો કે, કોઈપણ સમૂહે હુમલાની જવાબદારી લીધી નથી, જ્યારે તહરીક-એ તાલિબાન પાકિસ્તાને આમાં સામેલ હોવાની ના પાડી દીધી છે.
Blast Near Masjid in Pakistan: પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓ સતત થઈ રહી છે. સપ્ટેમ્બર મહિનામાં જિલ્લામાં આ બીજો વિસ્ફોટ છે. એક અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટ મદીના મસ્જિદ નજીક થયો છે જ્યાં લોકો ઈદ મિલાદુન નબી ઊજવવા માટે એકઠાં થયા હતાં. સ્ટેશન હાઉસ ઑફિસર (એસએચઓ) જાવેદ લેહરીએ કહ્યું કે ઈજાગ્રસ્તોને નજીકના હૉસ્પિટલમાં સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે, જ્યારે હૉસ્પિટલમાં ઇમરજન્સી લાગુ પાડી દેવામાં આવ્યો છે.
મસ્તુંગના સહાયક અધિકારી અત્તા ઉલ મુનીમે કહ્યું કે એવું લાગી રહ્યું છે કે બ્લાસ્ટ માટે ખૂબ જ મોટી સંખ્યામાં વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જિયો ન્યૂઝ પ્રમાણે, તેમણે કહ્યું કે લોકોને પછીથી એક જુલૂસમાં ભાગ લેવાનો હતો. જિલ્લા પ્રશાસને જણાવ્યું કે મૃતકોમાં મસ્તુંગના પોલીસ ઉપાધીક્ષક (ડીએસપી) નવાજ ગશકોરી પણ સામેલ છે.
પ્રાંતીય કાર્યવાહક સૂચના મંત્રી જાન અચકજઈ પ્રમાણે, વિસ્ફોટમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને શહેરની હૉસ્પિટલમાં ઈમરજન્સી લાગુ પાડતાં ક્વેટા સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે. તેમના પ્રવક્તાના એક નિવેદન પ્રમાણે, સિંધના ઈન્ટરિમ મુખ્યમંત્રી મકબૂલ બકરે વિસ્ફોટની નિંદા કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે નિર્દોષ લોકોના જીવ લેવામાં સામેલ લોકો `માનવતાના દુશ્મન` છે.
જમીયત ઉલેમા-એ-પાકિસ્તાન (JUP)ના નેતા મૌલાના ઓવૈસ નૂરાનીએ X (અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ મૃત્યુ વિશે સાંભળીને ખૂબ જ દુઃખી છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ બલૂચિસ્તાનના મસ્તુંગ જિલ્લામાં એક વિસ્ફોટમાં જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (JUI-F)ના નેતા હાફિઝ હમદુલ્લા સહિત 11 લોકો ઘાયલ થયા હતા.
આ પહેલા, પાકિસ્તાનના પેશાવરમાં એક વિસ્ફોટમાં ફ્રન્ટિયર કૉન્સ્ટેબુલરી (એફસી)ના એક અધિકારીનું મોત થઈ ગયું હતું અને બે નાગરિકો સહિત આઠ અન્ય ઈજાગ્રસ્ત થયા હતા.