જાપાનમાં રહેતા મુળ ભારતીય ‘યોગી’ એ રચ્યો ઇતિહાસ

24 April, 2019 05:47 PM IST  | 

જાપાનમાં રહેતા મુળ ભારતીય ‘યોગી’ એ રચ્યો ઇતિહાસ

યોગેન્દ્ર પુરાણિક (PC Facebook)

ભારત અને જાપાનના સબંધ ઘણા સમયથી સારા છે. ત્યારે જાપાનમાં ફરી ભારત ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. 41 વર્ષના મૂળે ભારતના જાપાની નાગરિકે જાપાનમાં એ કરી બતાવ્યું જે આજ સુધી કોઇ ભારતીયે નથી કર્યું. યોગેન્દ્ર પુરાણિકે જાપાનના સ્થાનિક ચૂંટણીમાં જીત મેળવી, આ પહેલા કોઇપણ ભારતીય જાપાનમાં કોઇપણ ચૂંટણીમાં વિજય મેળવ્યો નથી.

યોગી તરીકે ઓળખાતા યોગેન્દ્રએ જાપાનમાં રચ્યો ઇતિહાસ

યોગેન્દ્ર પુરાણિકને તેના ક્ષેત્રમાં 'યોગી'ના નામે ઓળખવામાં આવે છે. તેણે ટોક્યોના Edogawa વૉર્ડમાં કુલ 6477 મત મેળવ્યા. તેના વૉર્ડમાં મૂળ ભારતીય એવા જાપાનીઓની સંખ્યા 10 ટકા છે, જે ટોક્યોના અન્ય વૉર્ડની તુલનામાં સૌથી વધુ છે. આખા જાપાનમાં લગભગ 34000 મૂળ ભારતીય જાપાની રહે છે. 'યોગી'ના વૉર્ડમાં વધુ સંખ્યામાં ચીન અને કોરિયાના જાપાનીઓ પણ રહે છે.

યોગેન્દ્ર 1997માં પહેલીવાર જાપાન ગયા હતા

યોગેન્દ્ર પહેલી વાર જાપાન 1997માં ગયા હતા, તેના બરાબર બે વર્ષ પછી તે પાછા જાપાન સ્ટડી માટે ગયા. પછી વર્ષ 2001માં ઇન્જિનિયર બનીને જાપાનમાં કામ કરવા લાગ્યા. તે વર્ષ 2005થી Edogawa વૉર્ડમાં રહેતો હતો.

આ પણ વાંચો : જર્મનીના આ ગામમાં ઘરનું ભાડું છેલ્લાં 500 વર્ષથી વધ્યું જ નથી

2011માં સુનામી પછી તેના અને જાપાનીઓ વચ્ચે એક મજબૂત માનસિક સંબંધ બન્યો. યોગી જણાવે છે કે તે જ સમય હતો, જ્યારે તેને અનુભવ થયો કે તેણે જાપાની બની જવું જોઇએ.

japan