26 March, 2026 11:26 AM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent
બંગલાદેશના વડા પ્રધાન તારિક રહમાન
બંગલાદેશના વડા પ્રધાન તારિક રહમાને ગઈ કાલે ‘નરસંહાર દિવસ’ પર પોતાની ગંભીર સંવેદના વ્યક્ત કરી હતી. ૧૯૭૧ની પચીસ માર્ચે પાકિસ્તાની સેનાએ મારેલા નિર્દોષ લોકોની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે. વડા પ્રધાને યાદ અપાવ્યું હતું કે કેવી રીતે પાકિસ્તાની સેનાએ ‘ઑપરેશન સર્ચલાઇટ’ના નામ પર બંગલાદેશીઓની બેરહેમીથી હત્યાઓ કરી હતી. બંગલાદેશના ઇતિહાસમાં આ સૌથી શરમજનક અને ક્રૂર દિવસ છે. એ કાળી રાત્રે પાકિસ્તાની સેનાએ દેશના નિ:શસ્ત્ર લોકોના વિરોધમાં દુનિયાના ઇતિહાસમાં સૌથી જઘન્ય અપરાધ કર્યો હતો. ઢાકા યુનિવર્સિટી, પિલખાના અને રાજરબાગ પુલિસ લાઇન્સમાં શિક્ષકો, બુદ્ધિજીવી વર્ગ અને નિર્દોષ લોકો પર અંધાધૂંધ ગોળીઓ વરસાવવામાં આવી હતી. આ પૂર્વનિયોજિત હત્યાકાંડ હતો.