બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની આર્મીના કાફલાને નિશાન બનાવ્યો, ૧૦ પાકિસ્તાની સૈનિકોનાં મોત

27 April, 2025 03:19 PM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

માર્ચ મહિનામાં BLAના ફાઇટર્સે જાફર એક્સપ્રેસ ટ્રેન હાઇજૅક કરી હતી જેમાં પણ ૨૧થી વધારે યાત્રીઓનાં મૃત્યુ થયાં હતાં.

પ્રતીકાત્મક તસવીર

બલૂચ લિબરેશન આર્મી (BLA)એ ઇમ્પ્રૂવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ (IED) દ્વારા પાકિસ્તાની આર્મીના કાફલાને નિશાન બનાવતાં ૧૦ પાકિસ્તાની સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં. BLAના પ્રવક્તા જિયંદ બલૂચે દાવો કર્યો હતો કે ક્વેટાના માર્ગમાં BLAએ રિમોટ કન્ટ્રોલથી પાકિસ્તાની સેનાના કાફલા પર IED દ્વારા હુમલો કર્યો હતો. ૧૦ સૈનિકો ધરાવતું એક વાહન સંપૂર્ણ રીતે નષ્ટ થયું હતું. આવું પહેલી વાર થયું નથી. ગયા મહિને BLAએ કરેલા હુમલામાં પાંચ પાકિસ્તાની સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં અને ૧૩ જણ ઘાયલ થયા હતા. માર્ચ મહિનામાં BLAના ફાઇટર્સે જાફર એક્સપ્રેસ ટ્રેન હાઇજૅક કરી હતી જેમાં પણ ૨૧થી વધારે યાત્રીઓનાં મૃત્યુ થયાં હતાં.

international news world news balochistan pakistan