11 May, 2025 08:49 AM IST | Balochistan | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બલૂચિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી (BLA)એ પાકિસ્તાની સેના વિરુદ્ધ પોતાની કાર્યવાહી વધારી દીધી છે. BLAના પ્રવક્તા જિયાંદ બલૂચે જાહેર કર્યું કે ‘BLAએ બલૂચિસ્તાનનાં ૩૯ અલગ-અલગ ઠેકાણાંઓ પર હુમલા કર્યા છે. અમારું આ ઑપરેશન હજી યથાવત્ છે. આ ઑપરેશન દરમ્યાન મોટા હાઇવેને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, સાથે જ પાકિસ્તાની પોલીસ-સ્ટેશન, પાકિસ્તાની સેના અને તેનાં હથિયારોને પકડવામાં આવી રહ્યાં છે.