૧૯૭૨ પછી પહેલી વાર ચંદ્રની નજીક પહોંચ્યો માનવી

05 April, 2026 08:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

NASAના આર્ટેમિસ-2 મિશનના અવકાશયાત્રીઓએ ૧.૮ લાખ કિલોમીટર દૂરથી લીધા પૃથ્વીના ફોટો

૪ અવકાશયાત્રીઓએ પૃથ્વીના અદ્ભુત ફોટોગ્રાફ્સ પૃથ્વીની સપાટીથી આશરે ૧.૮ લાખ કિલોમીટર દૂરથી લીધા હતા

નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (NASA)ના આર્ટેમિસ-‍૨ મિશનના ભાગરૂપે ચંદ્રની મુસાફરી કરી રહેલા ૪ અવકાશયાત્રીઓએ પૃથ્વીના અદ્ભુત ફોટોગ્રાફ્સ પૃથ્વીની સપાટીથી આશરે ૧.૮ લાખ કિલોમીટર દૂરથી લીધા હતા. આ ફોટોગ્રાફ્સમાં પૃથ્વી સુંદર રીતે બ્લુ નજરે પડે છે. એક ફોટો પૃથ્વીની વક્ર સપાટી દર્શાવે છે, જ્યારે બીજા ફોટોમાં સફેદ વાદળાંથી ઢંકાયેલી આખી પૃથ્વી દેખાય છે.

મિશન પરના ૩ અમેરિકન અને એક કૅનેડિયન એમ મળીને ૪ અવકાશયાત્રીઓ હાલમાં પૃથ્વીથી આશરે ૧.૮ લાખ કિલોમીટર દૂર છે. તેમણે હજી ૨.૪ લાખ કિલોમીટર મુસાફરી કરવાની બાકી છે. તેઓ ૬ એપ્રિલ સુધીમાં ચંદ્રની નજીક પહોંચશે. પહેલી એપ્રિલે સવારે ૪.૦૫ વાગ્યે સ્પેસ લૉન્ચ સિસ્ટમ (SLS) ઓરિયન અવકાશયાન ૪ અવકાશયાત્રીઓને લઈને ચંદ્ર તરફ રવાના થયું હતું. ૧૯૭૨ પછી આ પહેલી વાર છે જ્યારે માનવી ચંદ્રની નજીક પહોંચશે. જોકે અવકાશયાત્રીઓ ચંદ્ર પર પગ નહીં મૂકે. તેઓ ફક્ત ચંદ્રની પરિક્રમા કરશે અને પાછા આવશે.                            

international news world news nasa