ફ્રાન્સમાં નેતાઓની વિરુદ્ધ આક્રોશ

28 March, 2023 11:33 AM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

પ્રેસિડન્ટ ઇમૅન્યુએલ મૅક્રૉને ગઈ કાલે પ્રધાનોની સાથે આ કટોકટીનો ઉકેલ લાવવા માટે એક મી​ટિંગ બોલાવી હતી

પશ્ચિમ ફ્રાન્સના સેઇન્ટે-સોલિનેમાં રવિવારે વિરોધ-પ્રદર્શન કરનારાઓએ પોલીસને ટાર્ગેટ કરીને મોર્ટારનો ઉપયોગ કર્યો હતો.

ફ્રાન્સ છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી સતત સળગી રહ્યું છે. વાસ્તવમાં રિટાયરમેન્ટ એજ વધારવાના સરકારના નિર્ણયેની વિરુદ્ધ લોકોમાં જબરદસ્ત આક્રોશ છે. દરમ્યાનમાં પ્રેસિડન્ટ ઇમૅન્યુએલ મૅક્રૉને ગઈ કાલે પ્રધાનોની સાથે આ કટોકટીનો ઉકેલ લાવવા માટે એક મી​ટિંગ બોલાવી હતી, કેમ કે આજે પણ ફ્રાન્સમાં જબરદસ્ત વિરોધ-પ્રદર્શનની તૈયારીઓ છે. ફ્રાન્સ આજે વિરોધની આગમાં વધુ બળશે એવી આશંકાને લઈને સુરક્ષા વધારવામાં આવી છે. 

international news france paris israel germany