જો બાઇડન ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પને કોઈ ગુપ્ત માહિતી નહીં અપાય

07 February, 2021 03:34 PM IST  |  Washingto | Gujarati Mid-day Correspondent

જો બાઇડન ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પને કોઈ ગુપ્ત માહિતી નહીં અપાય

ડોનાલ્ડ ટ્રમ્પ, જો બાઇડન

અમેરિકાના ઇતિહાસમાં પહેલી વાર કોઈ હારેલા રાષ્ટ્રપતિને ક્લાસિફાઇડ ઇન્ટેલિજન્સ બ્રીફિંગ નહીં આપવામાં આવે. અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડને ખુદ આ વાતની જાણકારી આપી હતી. અમેરિકામાં એક શિષ્ટાચાર છે કે હારેલા રાષ્ટ્રપતિને પણ ગુપ્ત જાણકારી મળે છે, પરંતુ આ વખતે આમ નહીં થાય. બાઇડને કહ્યું કે મારું માનવું છે કે ટ્રમ્પ માટે આ પ્રકારની ગુપ્ત જાણકારી હોવાનો કોઈ અર્થ નથી.બાઇડનને એક વાતચીત દરમ્યાન પૂછવામાં આવ્યું કે તમને શું કોઈ વાતનો ડર સતાવી રહ્યો છે? હકારમાં જવાબ આપતાં બાઇડને કહ્યું કે હું નથી ઇચ્છતો કે આ મામલે કોઈ અનુમાન લગાવવામાં આવે, પણ એ વાત ચોક્કસ છે કે ટ્રમ્પને કોઈ પણ ગુપ્ત જાણકારી નહીં મળે.

international news united states of america donald trump joe bide