Ameer Balaj Tipu: લાહોરના અંડરવર્લ્ડ ડોનની ગોળી મારીને હત્યા, મહિલાઓએ છાતી કૂટી

19 February, 2024 01:06 PM IST  |  Pakistan | Gujarati Mid-day Online Correspondent

Ameer Balaj Tipu: અમીર બલાઝ ટીપુ એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા ગયો હતો, તે દરમિયાન હુમલાખોરે બાલાઝ સહિત ત્રણ લોકો પર ગોળીબાર કર્યો હતો.

હત્યાની પ્રતીકાત્મક તસવીર

લાહોરના અંડરવર્લ્ડ અને ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન નેટવર્કના બોસ એવા અમીર બાલાઝ ટીપુ (Ameer Balaj Tipu)ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે તેની 18 ફેબ્રુઆરીના રોજ એક અજાણ્યા હુમલાખોર દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

એવા પણ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે અમીર બલાઝ (Ameer Balaj Tipu) એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા ગયો હતો, તે દરમિયાન હુમલાખોરે બાલાઝ સહિત ત્રણ લોકો પર ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં તેનું મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પાકિસ્તાનની એક ન્યૂઝ એજન્સીએ આપેલ માહિતી અનુસાર લાહોરના અંડરવર્લ્ડ અને ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન નેટવર્કના માલિક અમીર બલાઝને ચુંગ વિસ્તારમાં એક લગ્ન સમારોહ દરમિયાન ગોળી મારવામાં આવી હતી.  અમીર બલાઝના પિતા આરીફ અમીર ઉર્ફે ટીપુ ટ્રકનવાલા 2010માં અલ્લામા ઈકબાલ એરપોર્ટ પર ઘાતક હુમલાનો શિકાર બન્યા હતા.

આરીફ અમીરનું પણ ગોળીબાર દરમિયાન થયેલી ઈજાઓને કારણે મૃત્યુ થયું હતું.  

શું બન્યું હતું ઘટનાસ્થળે? કેવી રીતે આ ઘટનાને અંજામ અપાયો? 

પોલીસના જણાવ્યા અનુસાર બાલાઝ રવિવારે સાંજે એક લગ્ન સમારોહમાં હાજરી આપવા પહોંચ્યો હતો. તે જ પ્રસંગ દરમિયાન એક અજાણ્યા હુમલાખોરે બાલાઝ (Ameer Balaj Tipu) સહિત ત્રણ લોકો પર ગોળીબાર કર્યો હતો.

તે અન્ય કોઈને નિશાન બનાવે તે પહેલાં બાલાઝ (Ameer Balaj Tipu)ની સાથે રહેલા અંગરક્ષકોએ હુમલાખોરને મારી નાખ્યો હતો.  ત્યારબાદ બાલાઝ અને અન્ય બે ઘાયલોને જિન્નાહ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન બાલાઝનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બંને ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.  બાલાઝના મૃત્યુ બાદ તેના સમર્થકોએ તેમની તરફેણમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. હાલ પોલીસ દ્વારા બાલાઝની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપવાંઆ આવી છે.

આ સાથે જ આ ઘટના જ્યાં બની હતી તે વિસ્તારને પણ પૂર્ણપણે કોર્ડન કરી લેવામાં આવ્યો છે. હુમલાખોરની ઓળખ કરવામાં પોલીસ લાગી ગઈ છે. આ ઉપરાંત આ હત્યામાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, બાલાઝ ટીપુ (Ameer Balaj Tipu)ને લાહોરના અંડરવર્લ્ડના સૌથી પ્રભાવશાળી અને ખતરનાક વ્યક્તિઓમાંના એક માનવામાં આવતો હતો.

બાલાઝના નિધનના સમાચાર બાદ મહિલાઓ રડી પડી, આવી થઈ તેમની હાલત

તમને જણાવી દઈએ કે બાલાઝના નિધનના સમાચાર સાંભળ્યા બાદ મહિલાઓ વ્યથિત જોવા મળી હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર બાલાઝના નિધનના સમાચારે તેમના સમર્થકોમાં શોક અને ગુસ્સો ફેલાવ્યો છે, જેઓ તેના નિધન પર શોક કરતાં હોસ્પિટલમાં એકઠા થયા હતા. બાલાઝના મૃત્યુ બાદ તો અનેક ઘણી સ્ત્રીઓ તેમની છાતી કૂટતી અને ગુનેગારોની  નિંદા કરતી જોવા મળી હતી.

international news pakistan lahore Crime News