બિકિની પહેરેલી બે મહિલાઓની વચ્ચે બેઠેલા વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગ્સની તસવીર બહાર આવી

27 February, 2026 08:42 AM IST  |  Britain | Gujarati Mid-day Correspondent

પરિવારે કહ્યું કે આ તો નર્સ હતી જે તેમની દેખભાળ રાખતી હતી, અનુચિત વ્યવહારના આરોપો ખોટા છે

૨૦૦૬માં એક કૅરિબિયન ટાપુના બીચ પરની સ્ટીફન હૉકિંગ્સની આ તસવીરોને એપ્સટીન ફાઇલ્સ સાથે જોડવામાં આવી રહી છે.

જેફરી એપ્સટીન સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજોમાં એક જૂનો ફોટો વાઇરલ થઈ રહ્યો છે. એમાં બ્રિટિશ વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગ્સ બિકિની પહેરેલી બે મહિલાઓની સાથે બેઠેલા જોવા મળે છે. આ ફોટો ૨૦૦૬ની સાલનો હોવાનું કહેવાય છે. 

જોકે પરિવારે આ વાઇરલ તસવીર માટે સફાઈ આપતાં કહ્યું હતું કે આ ફોટોમાં જે મહિલાઓ છે એ તેમની લાંબા સમયથી દેખભાળ કરનારી કૅરગિવર હતી અને તેમની સાથે કોઈ પણ પ્રકારના અનુચિત વ્યવહારનો આરોપ નિરાધાર છે. 

આ તસવીર કૅરિબિયન આઇલૅન્ડ સેન્ટ થૉમસની રિટ્ઝ-કાર્લટન હોટેલમાં લેવામાં આવી હતી જ્યાં ૨૦૦૬ના માર્ચ મહિનામાં એપ્સટીને એક વૈજ્ઞાનિક સંમેલનનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઇન્ટરનૅશનલ સ્તરના ૨૧ વૈજ્ઞાનિકો સામેલ થયા હતા. 

અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા એપ્સટીન સંબંધિત દસ્તાવેજોમાં સ્ટીફન હૉકિંગ્સનું નામ અનેક વાર નોંધાયું છે, પરંતુ એ ડૉક્યુમેન્ટ્સમાં આ ફોટો સાથે જોડાયેલી કોઈ પણ આપત્તિજનક ગતિવિધિનો ઉલ્લેખ નથી. ૨૦૧૫માં એક ઈ-મેઇલમાં એપ્સટીને સ્ટીફન હૉકિંગ્સ પર લાગેલા આરોપોને ખારીજ કર્યા હતા. ૨૦૧૮માં ૭૮ વર્ષની ઉંમરે સ્ટીફન હૉકિંગ્સનું મૃત્યુ થયું હતું. તેઓ લાંબા સમયથી અમાઇટ્રોફિક લૅટરલ સ્ક્લેરોસિસ (ALS) નામના પ્રાણઘાતક ન્યુરોડીજનરેટિવ ડિસીઝથી પીડાતા હતા. 

international news world news jeffrey epstein great britain social media