જર્મની-જપાનને પાડોશી ગણાવ્યા: ઇમરાન ખાન

24 April, 2019 08:36 AM IST  |  ઇસ્લામાબાદ

જર્મની-જપાનને પાડોશી ગણાવ્યા: ઇમરાન ખાન

ઇમરાન ખાન

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પોતાના એક બફાટને કારણે હાંસીનું પાત્ર બની ગયા છે.

તાજેતરમાં ઇમરાન ખાને ઇરાનના પાટનગર તહેરાનમાં આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ‘તમે એકબીજા સાથે જેવી રીતે વેપાર કરી રહ્યા છે તેનાથી તમારા સંબંધો વધારે મજબૂત થઇ રહ્યા છે. જર્મની અને જાપાને બીજા વિશ્વયુદ્ધ સુધી એકબીજાના દેશના લાખો નાગરિકોના જીવ લીધા હતા પરંતુ બાદમાં તેમણે પોતાના સરહદ વિસ્તારમાં સંયુક્ત ઉદ્યોગ વિકસાવવાનો નિર્ણય લીધો.’

આ પણ વાંચો : ISISએ લીધી શ્રીલંકા હુમલાની જવાબદારી, આઠ હુમલામાં થયા હતા 310થી વધુ લોકોનાં મોત

કૉન્ફરન્સ દરમિયાન ઇમરાન ખાને બફાટ કર્યો હતો. તેઓ ફ્રાન્સ અને જર્મની કહેવા માગતા હતા પરંતુ તેમણે ભૂલથી ફ્રાન્સ અને જાપાન કહી દીધું હતું.

imran khan islamabad japan germany