છાતી પર વાળ ધરાવતા પુરુષો ૮૦ ટકા મહિલાઓને પસંદ નથી

11 October, 2012 06:05 AM IST  | 

છાતી પર વાળ ધરાવતા પુરુષો ૮૦ ટકા મહિલાઓને પસંદ નથી

સ્લોવેકિયાના સંશોધકોએ છાતી પર વાળ ધરાવતા અને નહીં ધરાવતા પુરુષો પ્રત્યે મહિલાઓના આકર્ષણ વિશે અભ્યાસ કર્યો હતો. તેમના અભ્યાસના તારણ મુજબ ૮૦ ટકા સ્ત્રીઓ ક્લીનશેવ ચેસ્ટ પસંદ કરે છે, જ્યારે ૨૦ ટકા મહિલાઓને છાતી પર વાળ ધરાવતા પુરુષો પસંદ છે.

આ અભ્યાસમાં સંશોધકોએ તુર્કીની ૧૬૧ અને સ્લોવેકિયાની ૧૮૩ મહિલાઓને સામેલ કરી હતી. હવે સંશોધકો અન્ય દેશોની મહિલાઓને પણ અભ્યાસમાં સામેલ કરવા માગે છે. આ બાબતે અગાઉ થયેલા સંશોધનના તારણ મુજબ જુદા-જુદા દેશ તથા કલ્ચરની સ્ત્રીઓની પસંદ અલગ-અલગ હોય છે. ખાસ કરીને આફ્રિકન દેશોની મહિલાઓ છાતી પર વાળ ધરાવતા પુરુષો પસંદ કરે છે; જ્યારે ચીન, ન્યુ ઝીલૅન્ડ, અમેરિકા સહિતના દેશોમાં મહિલાઓને ક્લીનશેવ ચેસ્ટ ધરાવતા પુરુષો પસંદ હોય છે.