5G વાયરલેસ સિગ્નલ્સથી ફ્લાઇટ્સ ખોરવાઈ શકે

02 July, 2023 09:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકામાં ટેલિકૉમ કંપનીઓ મુખ્ય ઍરપોર્ટ્‍સ પાસે નવી 5G સિસ્ટમ ઑપરેટ કરવા જઈ રહી છે, જેના લીધે 5G સિગ્નલ્સ ઍરક્રાફ્ટ ઇક્વિપમેન્ટમાં હસ્તક્ષેપ કરી શકે

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં આ અઠવાડિયામાં વિપરીત હવામાનના કારણે હજારો ફ્લાઇટ્સ ડિલે થવાના કારણે ઍરલાઇન પૅસેન્જર્સ માટે મુશ્કેલી સર્જાઈ હતી. જોકે ગઈ કાલથી ઍરલાઇન્સના પૅસેન્જર્સ માટે મુશ્કેલીનો નવો સોર્સ ઊભો થયો છે, કેમ કે ટેલિકૉમ કંપનીઓ મુખ્ય ઍરપોર્ટ્સ પાસે નવી 5G સિસ્ટમ ઑપરેટ કરવા જઈ રહી છે.

એવિયેશન ગ્રુપ્સ વર્ષોથી ચેતવણી આપી રહ્યાં છે કે 5G સિગ્નલ્સ ઍરક્રાફ્ટ ઇક્વિપમેન્ટમાં હસ્તક્ષેપ કરી શકે છે, ખાસ કરીને ગ્રાઉન્ડ અને પ્લેન વચ્ચેનું અંતર માપવા માટે રેડિયો વેવ્સનો ઉપયોગ કરતા ડિવાઇસિસની કામગીરી ખોરવી શકે છે કે જે ઓછી વિઝિબિલિટીમાં પ્લેન્સ લૅન્ડ કરી રહ્યાં હોય ત્યારે મહત્ત્વપૂર્ણ છે.

ટેલિકૉમ કંપનીઓએ નવી સર્વિસની શરૂઆત કરી હતી ત્યારે એવી આગાહી કરવામાં આવી છે કે 5G સિસ્ટમ્સના હસ્તક્ષેપથી વ્યાપકપણે ફ્લાઇટ્સ ખોરવાઈ જશે. જોકે એ ડર પ્રમાણે કંઈ પણ નહોતું બન્યું. એ પછી ટેલિકૉમ કંપનીઓ બિઝી ઍરપોર્ટ્સની આસપાસ સિગ્નલ્સના પાવરને લિમિટ કરવા માટે સંમત થઈ હતી. તેમણે ઍરલાઇન્સને તેમનાં પ્લેન્સને અપગ્રેડ કરવા માટે એક એક્સ્ટ્રા વર્ષ આપ્યું હતું.

હવે ટેલિકૉમ કંપનીઓ ૫૦ બિઝી ઍરપોર્ટ્સની પાસે તેમનાં સિગ્નલ્સ ઍક્ટિવેટ કરવા જઈ રહી છે. બાઇડન સરકાર દ્વારા આ પહેલાં ઍરપોર્ટ્સની આસપાસ 5G સિસ્ટમનો અમલ મોકૂફ રાખવા માટે કરવામાં આવેલી ડિલ ગઈ કાલે પૂરી થઈ હતી.

અમેરિકાના પાઇલટ્સના સૌથી વિશાળ યુનિયને જણાવ્યું હતું કે પાઇલટ્સ 5Gની અસરોને હૅન્ડલ કરી શકશે, પરંતુ સાથે જ આ યુનિયને જે રીતે લાઇસન્સ આપવામાં આવ્યાં એની ટીકા કરી હતી. જોકે અમેરિકાની મોટા ભાગની ઍરલાઇન્સે જણાવ્યું હતું કે તેઓ રેડી છે.         

united states of america international news