ઇટલી પાસે માઇગ્રન્ટ્સની બોટ તૂટતાં ૫૮નાં મોત

27 February, 2023 08:54 AM IST  |  Italy | Gujarati Mid-day Correspondent

ઇટલીના દ​ક્ષિણ કાંઠે માઇગ્રન્ટ્સને લઈને જતી લાકડાંની બનેલી એક બોટ ખડકની સાથે ટકરાતાં કેટલાંક બાળકો સહિત ૫૮ જણનાં મોત થયાં હતાં.

પ્રતીકાત્મક તસવીર

રોમ ઃ ઇટલીના દ​ક્ષિણ કાંઠે માઇગ્રન્ટ્સને લઈને જતી લાકડાંની બનેલી એક બોટ ખડકની સાથે ટકરાતાં કેટલાંક બાળકો સહિત ૫૮ જણનાં મોત થયાં હતાં. આ બોટ અફઘાનિસ્તાન, ઈરાન અને બીજા કેટલાક દેશોમાંથી માઇગ્રન્ટ્સને લઈને થોડાક દિવસ પહેલાં ટર્કીથી રવાના થઈ હતી. કાલાબ્રિયાના કાંઠે એક સીસાઇડ રિસૉર્ટ પાસે અત્યંત વિપરીત હવામાનમાં આ બોટ તૂટી ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં ૮૧ લોકો બચી ગયા છે, જેમાંથી એક જણની માઇગ્રન્ટ ટ્રાફિકિંગના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. 

world news italy