લિબિયામાં ડેનિયલ તોફાનને લીધે ૨૦૦૦થી વધુ લોકોનાં મોત

13 September, 2023 10:55 AM IST  |  Tripoli | Gujarati Mid-day Correspondent

સૌથી વધુ અસર ​લિબિયાના પૂર્વમાં આવેલા સિટી દેરનાને થઈ છે

દેરનામાં ચારે બાજુ વિનાશ જોવા મળી રહ્યો છે. અહીં અનેક રેસિડેન્શિયલ એરિયા નષ્ટ પામ્યા છે

ડેનિયલ તોફાને સમગ્ર લિબિયામાં કેર વર્તાવ્યો છે. ૨૦૦૦થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. વિનાશક પૂરે ડૅમ્સ તોડી નાખ્યા છે અને અનેક વિસ્તારો ધોવાઈ ગયા છે.

સૌથી વધુ અસર ​લિબિયાના પૂર્વમાં આવેલા સિટી દેરનાને થઈ છે. અહીં સુધી પહોંચવું મુશ્કેલ છે અને ત્યાં હજારો લોકો મિસિંગ છે. બે ડૅમ તૂટી ગયા બાદ અનેક લોકો પાણીમાં તણાઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દેરનાના લોકો દ્વારા સોશ્યલ મીડિયા પર શૅર કરવામાં આવેલા વિડિયોઝમાં મોટા પાયે વિનાશ જોવા મળ્યો હતો. અનેક રેસિડેન્શિયલ એરિયા નષ્ટ પામ્યા છે.

લિબિયાની મર્જ સિટીમાં પૂરગ્રસ્ત સ્ટ્રીટ્સ

લિબિયાના આર્મ્ડ ફોર્સિસના પ્રવક્તા અહમદ અલ-મોસમેરીએ જણાવ્યું હતું કે દેરનામાં મૃત્યુ પામનારાઓની સંખ્યા બે હજારને પાર થઈ ગઈ છે. હજી પાંચથી છ હજાર લોકો મિસિંગ છે. 

libya international news