ડુપ્લિકેટ લિંગ દ્વારા યૌન સંબંધ (Relation) બનાવવા પર, 10 વર્ષની જેલ

29 July, 2022 05:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બાળપણમાં તેનું નામ હન્ના વૉલ્ટર્સ હતું. પણ હવે તેની ઓળખ એક પુરુષ તરીકેની છે. સંબંધ (Relation) બનાવવા દરમિયાન પ્રૉસ્થેટિક પેનિસનો ઉપયોગ કરવાનો આરોપ સાબિત થયો છે.

ફાઈલ તસવીર

ટ્રાન્સજેન્ડર પુરુષને બે મહિલાઓ અને એક કિશોરી સાથે ડુપ્લિકેટ લિંગ દ્વારા યૌન સંબંધ બનાવવાનો દોષી સાબિત થયો છે. કૉર્ટે તેને 10 વર્ષની સજા સંભળાવી છે. 32 વર્ષના તરજીત સિંહનો જન્મ છોકરી તરીકે થયો હતો. બાળપણમાં તેનું નામ હન્ના વૉલ્ટર્સ હતું. પણ હવે તેની ઓળખ એક પુરુષ તરીકેની છે. સંબંધ (Relation) બનાવવા દરમિયાન પ્રૉસ્થેટિક પેનિસનો ઉપયોગ કરવાનો આરોપ સાબિત થયો છે.

રિપૉર્ટ પ્રમાણે, સ્નેરેસબ્રુક ક્રાઉન કૉર્ટમાં આ મામલે સુનાવણી થઈ। સિંહને સંબંદ દરમિયાન હુમલા સાથે જોડાયેલા ત્રણ કેસ, શારીરિક રીતે નુકસાન પહોંચાડનારા હુમલાના છ કેસ અને મારી નાખવાની ધમકી આપનારા એક કેસમાં દોષી જાહેર કર્યો છે. કેસની સુનાવણી દરમિયાન કૉર્ટને ખબર પડી કે સિંહે એક પીડિતાને આગ લગાડીને મારી નાખવાની ધમકી આપી. તેણે મોબાઈલ ફોનથી પીડિતાનું નાક પણ તોડી નાખ્યું હતું. એટલું જ નહીં, સિંહ થપ્પડ અને મુક્કા મારવાનો દોષી પણ છે.

કૉર્ટે આરોપીને જણાવ્યો ખતરનાક અપરાધી
જજ ઑસ્કર ડેલ ફેબ્રોએ પોતાના નિર્ણયમાં કહ્યું કે સિંહ ભવિષ્યમાં લોકોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તે એક ખતરનાક અપરાધી છે, જેણે ત્રણ પીડિતો વિરુદ્ધ વારંવાર હિંસા અને હુમલા કર્યા. તેમણે કહ્યું કે સિંહ ખોટું બોલવામાં માહેર છે અને તે અનેક લોકો સામે વારંવાર ખોટું બોલ્યો છે.

પીડિતાએ કહ્યું ડિપ્રેશનની દવા લેવી પડી
જજે પોતાના નિર્ણયમાં એ પણ કહ્યું કે સિંગે ક્યારેય ખુલીને વાત નથી કરી અને લિંગ વિશે પ્રામાણિકતાથી વાત નથી કરી. આને બદલે તેણે છળ કપટનો રસ્તો અપનાવ્યો. સિંહ પોતાને બીજા સામ પુરુષ તરીકે રજૂ કરતો રહ્યો.

international news Crime News sexual crime sex and relationships offbeat news