Coronavirus Scare: સ્ટાર વૉર્સ એક્ટર Covid-19 પૉઝિટીવ, 2 દિવસમાં મોત

01 April, 2020 06:49 PM IST  |  Washington DC | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus Scare: સ્ટાર વૉર્સ એક્ટર Covid-19 પૉઝિટીવ, 2 દિવસમાં મોત

એન્ડ્રુ જેક-ઇન્સ્ટાગ્રામ

કોરોના વાઇરસને કારણે કોઇ માત્ર 48 કલાકમાં જ ગુજરી જાય તેવો કિસ્સો હૉલીવુડના સ્ટારે એન્ડ્રુ જેકને મામલે થયો છે. કોરોનાએ વિશ્વને ઘેરી લીધું છે તેવી સ્થિતિમાં સ્ટાર વૉર સહિતની હૉલીવૂડની અનેક ફિલ્મોમાં મહત્વનું પાત્ર ભજવનાર એન્ડ્રુ જેકનો કોરોના પૉઝિટીવનો રિપોર્ટ હજી બે દિવસ પહેલાં જ સમાચારોમાં ઝળક્યો હતો અને હવે તેમના મૃત્યુના સમાચાર આવ્યા છે.બ્રિટનમાં રહેનારા એન્ડ્રુનું નિધન થયું છે. તેઓ અભિનેતા અને ડાયલેક્ટ કોચ તરીકે કાર્યરત હતા. તેમના એજન્ટ જિલ મૈક્લફે તેમના નિધન અંગે જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે મંગળવારે (Surrey)સરે હૉસ્પિટલમાં એન્ડ્રુનું નિધન થયું.

 મૈક્લફે જણાવ્યું હતું કે તેઓ થેમ્સની સૌથી જુની હાઉસબોટમાં હતા અને આ વયે પણ કોઇની પર પણ આધારિત નહોતા.ડાયલેક્ટ કોચ કરીતે કામ કરનારા એન્ડ્રુનાં નિધનની વાત સાંભળ્યા બાદ ઓસ્ટ્રેલિયામાં ક્વોરેન્ટિનમાં રહેલી તેમની પત્નીએ ઇન્સ્ટાગ્રામ પર ઇમોશનલ પોસ્ટ મુકી હતી અને જણાવ્યું હતું કે હજી બે દિવસ પહેલા જ તેમનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો તો તથા તેમણે કોઇપણ પ્રકારની પીડા નથી વેઠી. એન્ડ્રુનાં નિધનનાં સમાચાર બાદ સોશ્યલ મીડાય પર કોન્ડોલન્સ અને શાંતિ સંદેશા વહેતા થયા હતા.

 

hollywood news covid19 coronavirus