Career Guide:કૉમર્સના વિદ્યાર્થીઓ માટે બેસ્ટ છે આ કરિઅર ઑપ્શન,લાખોમાં મળશે સેલરી

10 June, 2022 11:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એવામાં સારા કૉર્યનું સિલેક્શન વિદ્યાર્થીઓ માટે પડકારજનક થઈ પડે છે. અહીં એવા અનેક કૉર્સ વિશે જણાવવામાં આવ્યું છે જેની પસંદગી કૉમર્સના વિદ્યાર્થીઓ કરી શકે છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

કૉમર્સ સાથે 12મું પાસ વિદ્યાર્થીઓને કરિઅરની પસંદગી માટે અનેક વિકલ્પ મળે છે. આની સાથે જ ગ્રેજ્યુએશન પછી સારા કરિઅર અને ભવિષ્યની અનેક શક્યતાઓ ખુલી જાય છે. એવામાં સારા કૉર્યનું સિલેક્શન વિદ્યાર્થીઓ માટે પડકારજનક થઈ પડે છે. અહીં એવા અનેક કૉર્સ વિશે જણાવવામાં આવ્યું છે જેની પસંદગી કૉમર્સના વિદ્યાર્થીઓ કરી શકે છે.

કૉમર્સ સ્ટ્રીમમાંથી ભણનાર વિદ્યાર્થી પાસે હવે બેન્કિંગ ઇન્ડસ્ટ્રી સિવાય પણ બીજા ઘણાં કરિઅર ઑપ્શન્સ છે. જેમાં સેલરી પણ સારી મળે છે અને સન્માનજનક પદ પણ મળે છે.

બેચલર ઑફ લેજિસ્લેટિવ લૉ
કૉમર્સમાંથી 12મી પાસ થનાર વિદ્યાર્થી સારા વિકલ્પ તરીકે એલએલબી કૉર્સની પસંદગી કરી શકે છે. તેના પછી તે વકીલ બની શકે છે. બાદમાં તે ફેમિલી લૉયર, પ્રૉપર્ટી લૉયર કે કંપની લૉયર જેવા વિકલ્પોમાં સ્પેશિયાલિટી મેળવી શકે છે.

ચાર્ટર્ડ અકાઉન્ટેન્ટ
સીએ (CA   Chartered Accountant Jobs) કોઈપણ કસ્ટમર કે કંપનીને અકાઉન્ટ, ટેક્સ અને ફિનાન્સ સંબંધી સલાહ આપવાનું કામ કરે છે. તે ટેક્સ રિટર્ન ફાઈલ કરવા, ફિનાન્શિયલ દસ્તાવેજનું ઑડિટ, ફિનાન્શિયલ રિપૉર્ટ બનાવવો તેનું મૂલ્યાંકન કરવું તેમજ ઇન્વેસ્ટમેન્ટના રેકૉર્ડ રાખવા જેવા કામ કરે છે.

ઇન્વેસ્ટમેન્ટ બેન્કર
ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ફિનાન્શિયલ સંસ્થાઓ સાથે નજીકથી કામ કરે છે અને કંપની માટે અસેટ વધારે છે સાથે જ તે ફિનાન્શિયલ ગોલ્સ પણ સેટ કરે છે. ઇન્વેસ્ટમેન્ટ બેન્કર એક્વિઝિશન અને સેલ્સમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમને ફન્ડ મેનેજર પણ કહેવામાં આવે છે. આમાં 9 10 લાખ રૂપિયા દર વર્ષે અને અનુભવ હોય તો 26 લાખ સુધીનું પેકેજ મળી શકે છે.

કંપની સેક્રેટરી
કૉમર્સ સ્ટ્રીમમાંથી 12મી પાસ કરનારા વિદ્યાર્થીઓ CSનો કૉર્સ પણ કરી શકે છે. આ કૉર્સ ઇન્સ્ટિટ્યૂટ કંપની સેક્રેટરી ઑફ ઇન્ડિયા (ICSI) કરાવે છે. કૉમર્સના ઘણાં વિદ્યાર્થીઓ આ કૉર્સની પસંદગી કરતા હોય છે.

માર્કેટિંગ મેનેજર
માર્કેટિંગ મેનેજરે કંપનીના પ્રૉડક્ટની માર્કેટિંગ સાથે જોડાયેલું મેનેજમેન્ટ જોવાનું હોય છે. તે બિઝનેસ પ્લાન્સ બનાવીને તેને પ્રમોટ કરવાનું કામ કરે છે. માર્કેટિંગ મેનેજર ફર્મનું વેચાણ અને માર્કેટમાં તેની હાજરી વધારવા માટે જાહેરાતો અને પબ્લિક રિલેશનની મદદ લે છે. 6 7 લાખ રૂપિયા દર વર્ષે શરૂઆતમાં અને અનુભવ મળ્યા પછી 22 લાખ સુધીની વાર્ષિક આવક થઈ શકે છે.

career tips