ફેંગશુઈ ટિપ્સઃલવ લાઈફને એક્સાઈટિંગ અને સ્ટ્રોન્ગ બનાવવાના 5 ઉપાય

03 February, 2019 05:43 PM IST  | 

ફેંગશુઈ ટિપ્સઃલવ લાઈફને એક્સાઈટિંગ અને સ્ટ્રોન્ગ બનાવવાના 5 ઉપાય

જિંદગીને વધુ એક્સાઈટિંગ બનાવવા માટે તમે ફેંગશુઈ ટિપ્સ અપનાવી શકો છો. ફેંગશુઈ પ્રમાણે તમારી આસપાસ પોઝિટિવ અને નેગેટિવ બંને પ્રકારની ઉર્જા રહેતી હોય છે. અને તમારા જીવનનો દરેક હિસ્સો તેનાથી પ્રભાવિત થથો હોય છે. અંગત સંબંધોમાં પણ આ ઉર્જાનો અસર પડે છે. ફેંગશુઈ નકારાત્મક ઉર્જાને નિષ્ક્રિય કરીને સકારાત્મક ઉર્જાને આગળ વધારે છે. તો જાણો એવી ફેંગશુઈ ટિપ્સ જેનાથી તમે તમારી લવ લાઈફને વધુ મજબૂત કરી શક્શો.

1) ફેંગશુઈ પ્રમાણે પરિણીત લોકોએ પોતાના બેડરૂમમાં ક્યારેય ટીવી ન રાખવું જોઈએ. કારણ કે આજના સમયમાં ટીવી અને ગેજેટ્સના કારણે વાતચીત ઓછી થઈ ગઈ છે, જેને કારણે બે વ્યક્તિ વચ્ચે સંવાદ ઓછો થઈ ગયો છે.

2) ફેંગશુઈ અનુસરા પતિ-પત્નીએ એક જ બેડ પર સુવું જોઈએ. એટલે કે જો ડબલ બેડ હોય તો ફૂલ સાઈઝનું એક જ ગાદલું રાખવું જોઈએ. એક પરિણિત યુગલના ભવિષ્ય માટે બે ગાદલાનો ઉપયોગ યોગ્ય નથી.

3) નદી, તળાવ, ઝરણા વગેરેના પોસ્ટર બેડરૂમમાં ન લગાવો. સાથે જ બેડરૂમની અંદર કોઈ પ્રકારના ફૂવારા કે માછલી ઘર પણ ન રાખો. જો તમને રાત્રે તરસ લાગે છે તો રૂમમાં માત્ર એક જ પાણીની બોટલ રાખો.

4) ફેંગશુઈ પ્રમાણે સિંગલ ખુરશી, પશુ-પક્ષીની મૂર્તિઓ કે આક્રમક તસવીરો એકલતા દર્શાવે છે. એટલે ઘરમાં માત્ર પક્ષી જોડીમાં હોય તેવી જ તસવીરો કે મૂર્તિ લાગવો.

5) ક્યારેય બેડ બારીની સામે ન લગાવો. તેનાથી સંબંધોમાં તણાવ વધે છે. જો ક્ય હોય તો તમારું માથુ રાખવાની જગ્યા અને બારી વચ્ચે પડદો રાખો. આમ કરવાથી નકારાત્મક ઉર્જાની સંબંધો પર અસર નહીં પડે. આવી ચીજ વસ્તુઓનો ઉપયોગ ન કરો જે એકલતા દર્શાવ છે. છત પર બીમ કે પછી બે અલગ મેટ્રેસ પણ એકલતા દર્શાવે છે.

આ પણ વાંચોઃ ફેંગશુઈ ટિપ્સ : ધન-સમૃદ્ધિ વધારવા માટે કરો આ ઉપાય

6) કહેવાય છે કે સુશોભનથી ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે. એટલે ઘરની સ્વચ્છતા અને સુશોભન પર ધ્યાન આપો. ઘરની સજાવટ જટેલી સારી હશે સંબંધો એટલા જ મધુર હશે.

astrology