Shani Gochar 2023 થકી આ રાશિના જાતકોની શરૂ થશે સાડેસાતી, આ કરો ઉપાય...

17 January, 2023 01:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વૈદિક જ્યોતિષમાં શનિ ગ્રહને  સૌથી ધીમી ગતિથી ચાલતો ગ્રહ માનવામાં આવે છે. શનિ, તુલા રાશિમાં ઉચ્ચાવસસ્થામાં અને મેષિ રાશિમાં નિમ્નાવસ્થાએ માનવામાં આવે છે. શનિ કર્મફળ દાતા અને ન્યાયપ્રિય ગ્રહ માનવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

17 જાન્યુઆરી 2023 મંગળવારના દિવસે શનિ કુંભ રાશિમાં ગોચર થશે. શનિના આ રાશિ પરિવર્તનથી ધનુ રાશિના જાતકોને સાડેસાતીમાંથી મુક્તિ મળશે. હાલ શનિ મકર રાશિમાં છે અને આજે એટલે કે 17 જાન્યુઆરીના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. વૈદિક જ્યોતિષમાં શનિ ગ્રહને  સૌથી ધીમી ગતિથી ચાલતો ગ્રહ માનવામાં આવે છે. શનિ, તુલા રાશિમાં ઉચ્ચાવસસ્થામાં અને મેષિ રાશિમાં નિમ્નાવસ્થાએ માનવામાં આવે છે. શનિ કર્મફળ દાતા અને ન્યાયપ્રિય ગ્રહ માનવામાં આવે છે.

શનિ વ્યક્તિને બળવાન બનાવે છે અને જે વ્યક્તિની કુંડળીમાં શનિ સારી સ્થિતિમાં હોય, તે વ્યક્તિ કોઈપણ મુશ્કેલી સામે ગભરાતો નથી. એવા લોકોની અંદર ગજબનો આત્મવિશ્વાસ જોવા મળે છે. શનિ ખૂબ જ ધીમી ગતિએ ચાલે છે. આ જ કારણ છે કે એક રાશિમાં શનિ લગભગ અઢી વર્ષનો સમય પસાર કરે છે.

કઈ રાશિઓ પર રહેશે શનિની સાડેસાતી અને તેનો પ્રભાવ?
હિંદુ પંચાંગ પ્રમાણે, શનિ 17 જાન્યુઆરીના રોજ મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. એવામાં મકર, કુંભ અને મીન રાશિમાં શનિની સાડેસાતીનો પ્રભાવ જોવા મળશે. તો, કુંભ રાશિમાં શનિના ગોચરથી મિથુન અને તુલા રાશિના જાતકોને આમાંથી મુક્તિ મળશે. સાથે જ કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકો પર તેનો પ્રભવા જળવાયેલો રહેશે.

આ પણ વાંચો : ધારો કે હજાર હરણ હોત અને લાખો સિંહ હોત તો?

શનિની સાડેસાતી અને તેના ઉપાય

શનિના દુષ્પ્રભાવને શાંત કરવા માટે શનિવારે વ્રત રાખવા જોઈએ. કાળા અડદની દાળ અથવા સપ્ત અનાજનું શનિવારે દાન કરવું જોઈએ. કાળા વસ્ત્ર પણ દાન કરી શકાય છે, શિવની ઉપાસના કરવી જોઈએ.
જે લોકો પર શનિની સાડેસાતી છે તેમણએ કોકિલા વન અથવા શનિધામની યાત્રા કરવી જોઈએ.
શનિવારે પાણીમાં દૂધ મેળવીને પીપળાને અર્પણ કરવું. સાથે જ પીપળામાં કીડીયારું પૂરતાં કાળા તલ અને ખાંડ મૂકવી.
શનિ સાથે સંબંધિત વસ્તુઓ જેમ કે - તેલ, લોખંડ, કાળી મસૂર, કાળા બૂટ, કાળા તલ, કસ્તૂરી વગેરેનું દાન કરવાથી પણ રાહત મળે છે.
જ્યારે કોઈ શનિવારના દિવસે શ્રવણ નક્ષત્ર આવતો હોય ત્યારે શમીના મૂળને કાળા દોરામાં બાંધીને અભિમંત્રિત કરી ધારણ કરવાથી પણ લાભ મળે છે.
કોઈપણ શનિવારે શરૂઆત કરીને સતત 43 દિવસ સુધી હનુમાનજીના મંદિરમાં સિંદૂર, ચમેલીનું તેલ, લાડવો અને એક નાળિયેર ચડાવવું જોઈએ. સુંદરકાંડનું પાઠ કર્યા બાદ હનુમાન ચાલીસા અને શ્રીહનુમાનાષ્ટકનો પાઠ કરવાથી પણ શનિદેવ પાસેથી મળતા કષ્ટ ઘટે છે.

આ પણ વાંચો : મંત્ર વિના પણ અન્ન મળે તો હરિનામથી શું મળે?

શનિની સાડેસાતી દરમિયાન આ કાર્યોથી બચવું

1. મંગળવારના દિવસે કાળા કલરના કપડા ન પહેરવા. શનિવારે તમે કાળા કપડાં પહેરી શકો છો પણ આ દિવસે કાળા કપડા ખરીદતા બચવું.
2. શનિની ખરાબ દશાને સમયે માંસ અને મદિરાનું સેવન ન કરવું. જો તમે આ ન ટાળી શકો તો મંગળવાર અને શનિવારે તો ખાસ ટાળવું.
3. શનિની સાડેસાતી દરમિયાન ઘરના વૃદ્ધો અને બાળકો સાથે નકારાત્મક વ્યવહાર ન કરવો જોઈએ.
4. શનિવારે લોખંડ, તેલ અને કાળા તલ ખરીદતા બચવું જોઈએ સાથે જ આ દિવસે કોઈની પાસેથી ઉધાર ન લેવું જોઈએ.

shani shingnapur temple astrology