મંગળ મેષ છોડી શુક્રની રાશિ વૃષભમાં : કોને કેવી અસર થશે?

25 March, 2019 08:59 AM IST  | 

મંગળ મેષ છોડી શુક્રની રાશિ વૃષભમાં : કોને કેવી અસર થશે?

તસવીર સૌજન્યઃpixbay.com

મંગળ મેષ રાશિ છોડીને શુક્રની રાશિ વૃષભમાં સતત ૪૬ દિવસ સુધી પરિભ્રમણ કરશે. જ્યોતિષી પ્રદ્યુમ્ન ભટ્ટના જણાવ્યા અનુસાર આ સમયમાં પુરુષ અને સ્ત્રી બન્નેનું સમાન યોગદાન સમાજમાં જોવા મળશે. ખાસ કરીને ચૂંટણીના પ્રચારમાં નેતાઓને સવર્‍પ્રકારે કાર્યક્રમમાં સમાન દરજ્જો બની રહેશે. ભારતની કુંડળી મુજબ શુક્રનું ભ્રમણ રહીશો માટે મધ્યમ બની રહેશે. મંગળના પરિભ્રમણ મુજબ ગુજરાતમાં ખેતીના પાક અંગે સાનુકૂળ પગલાં લેવાય એવી શક્યતા. યુવા વર્ગ માટે પ્રેમ અને સ્નેહના કિસ્સાઓમાં વધારો થાય. પ્રેમના કિસ્સાઓમાં ભાગીને લગ્ન કરવાની શક્યતા વધે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર દરેક રાશિના જાતકોને કેવું ફળ ચંદ્ર રાશિથી મળશે એ નીચે જણાવ્યું છે.

મેષ રાશિ : આકસ્મિક ધનપ્રાપ્તિ થાય. કુટુંબ-કબીલામાં શુભ પ્રસંગ આવે. લક્ષ્મીજીની ઉપાસના વધારે કરવાથી ફળદાયી નીવડશે.

વૃષભ રાશિ : પ્રેમપ્રસંગોના પ્રસંગો બને. પત્ની, પાર્ટનરથી વિશેષ ફાયદો કે લાભ થાય. વહેલા ઊઠવાથી આ સમય વધારે સુખમય બની રહેશે.

મિથુન રાશિ : આકસ્મિક ખર્ચા વધે. નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના વિશેષ. પેશાબને લગતી તકલીફમાં કાળજી રાખવી. એ માટે પાણી વધારે પીવું.

કર્ક રાશિ : વિદ્યાર્થીગણે અભ્યાસ માટે સવિશેષ કાળજી રાખવી. વડીલોથી લાભ. માતાજી લક્ષ્મીની ઉપાસના દીપપ્રાગટ્ય કરી કરવી.

સિંહ રાશિ : નોકરી-ધંધા માટે શુભ સમય. માતૃલાભ. આવેલી તકોને તરત જ ઝડપી લેવી. કોઈની સાથે સંબંધો બગડવા નહીં.

કન્યા રાશિ : ભાગ્યપરિવર્તન, લાંબી મુસાફરી, નાના ભાઈથી શુભ સમાચાર, બૅન્કોમાં રોકાણ કરવાથી અવશ્ય લાભકારક બને તેમ જ મૂડીમાં વધારો થાય.

તુલા રાશિ : વિલ-વારસાનો યોગ બને. આકસ્મિક બીમારી આવી પડે. આરોગ્ય બાબતે વિશેષ કાળજી રાખવી. એ માટે શુક્ર ગ્રહનું નામ અવશ્ય પહેરવું.

વૃશ્ચિક રાશિ : જો દેવું હોય તો એ ઘટે. માન-સન્માન મળવાના પ્રબળ યોગ. વિષ્ણુસહસ્રના પાઠ કરવાથી શીઘ્ર ધનપ્રાપ્તિ.

ધનરાશિ : જૂની બાકી ઉઘરાણી મળે. શુક્રવારે મહાલક્ષ્મીના મંદિરે દર્શન કરી સફેદ મીઠાઈ અર્પણ કરવી.

મકર રાશિ : શૅરબજારથી ફાયદો. નવી-નવી તકો મળે. વિદેશગમન થવાની સંભાવના. સફેદ વસ્તુ માતાજીને અર્પણ કરવી.

કુંભ રાશિ : મકાન-વાહન-મિલકત મળવાનો યોગ શુભ. સરકારી લાભ, કનકધારા સ્તોત્ર અવશ્ય કરવું.

મીન રાશિ : લખાણો, કરારો નવાં થાય. ટૂંકી મુસાફરી બની રહે. નાના ભાઈથી શુભ સમાચાર. આ સમયમાં વધારે દાન-પુણ્ય કરવાથી વિશેષ ફળદાયી નીવડશે.

news life and style