સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

02 August, 2020 08:00 AM IST  |  Mumbai | Ashish Raval and Pradyuman Bhatt

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

રાશિફળ

મેષ (અ,લ,ઈ) : માનસિક પરિતાપ છતાં આપના કામમાં વ્યસ્ત રહેવું પડે. જાહેર ક્ષેત્રના કામ અંગે થોડી સાવધાની રાખવી. કોર્ટ-કચેરીના કાર્ય ધાર્યા પ્રમાણે થાય નહીં. મંગળવારે ભિક્ષુકને મસૂરની દાળ આપવી જેનાથી અટકેલાં કાર્યો પૂર્ણ થશે.

વૃષભ (બ,વ,ઊ) : સંસ્થાકીય કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા રહેવાથી આનંદ જણાય. સીઝનલ ધંધા સાથે નવો ધંધો ચાલુ થવાથી આવકમાં વધારો થાય. સપ્તાહના મધ્ય ભાગથી નાણાકીય તૂટ ઓછી થાય. બુધવારનું એકટાણું કરવાથી વધુ સારી રીતે ફળશે.

મિથુન (ક,છ,ઘ) : હૃદય-મનની વ્યગ્રતાને લીધે કામકાજમાં મન લાગે નહીં. વાદ-વિવાદ, મનદુ:ખથી સંભાળવું. ગળાને લગતી કે ચામડીને લગતી તકલીફ વર્તાય. નિત્ય બુધ ગ્રહના યંત્રનાં દર્શન કરીને દિનારંભ કરવો.

કર્ક (હ,ડ) : આકસ્મિક ખર્ચાઓ આવવાથી આપનું આયોજન ખોરવાઈ જાય. બુદ્ધિ, મહેનત, અનુભવનું બળ મળી રહે. આપના ધંધામાં હરીફ વર્ગ ઇર્ષા કરનાર આપના ગ્રાહકને તોડવાનો પ્રયાસ કરે. ઘરે શિવજીને દરરોજ જળાભિષેક કરવાથી સમસ્યાઓ હળવી બને.

સિંહ (મ,ટ) : આવકના નવા-નવા માર્ગો ખૂલતા જણાય. ઉતાવળિયા નિર્ણયથી મૂડીરોકાણ કરવું નહીં. નાની-મોટી દલીલબાજી કરીને સમય વેડફો નહીં. નિત્ય આદિત્ય નારાયણ સ્તોત્રનું પઠન કરીને કામકાજની શરૂઆત કરવી.

કન્યા (પ,ઢ,ણ) : યોગ્ય આયોજન અને મર્યાદિત સાહસે સફળતાનો સ્વાદ ચાખી શકશો. સ્ત્રી વડીલ વર્ગ દ્વારા મદદ મળે. અંગત સંબંધોમાં સામાન્ય કડવાશ અનુભવાય. નિત્ય તુલસીને જળ અર્પણ કરી મનોમન પ્રાર્થના કરવી.

તુલા (ર,ત) : કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા પ્રાપ્ત ન થાય. શૅરબજારમાં મોટી નુકસાની આવી શકે. વૈભવવિલાસ ચીજવસ્તુઓની નવી-નવી ખરીદી થાય. આરોગ્ય બાબતે સાવચેતી રાખવી. નિત્ય કુળદેવી ઉપાસના કરવાથી વધુ લાભપ્રદ સમાચાર મળી શકે.

વૃશ્ચિક (ન,ય) : રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં લાંછન લાગી શકે. વારસાગત મિલકતના પ્રશ્નોનો ઉકેલ આવી શકે. સટ્ટાકીય બાબતોમાં ખાસ કાળજી રાખીને વ્યવહાર કરવો. નિત્ય ગાયત્રી શતકનો પાઠ કરીને દિવસની શરૂઆત કરવી.

ધન (ભ,ધ,ફ,ઢ) : ધર્માચાર્ય પર શ્રદ્ધા-અશ્રદ્ધા, શંકા-કુશંકા આવે. નોકરિયાત વર્ગને નવી તક મળી શકે. પડવા-વાગવા અંગે તકેદારી અવશ્ય રાખવી. વિદ્યાર્થી વર્ગને ઉચ્ચ અભ્યાસમાં સફળતા પ્રાપ્ત થાય. નિત્ય ગુરુમંત્રનો અજાપા જાપ કરવો.

મકર (ખ,જ) : સંતાનના આરોગ્યની ચિંતા રહ્યા કરે. નોકરી-ધંધામાં ખાતાકીય-સરકારી તપાસમાં અટવાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખવું. આપના કાર્ય અંગે મિલન-મુલાકાતનું આયોજન ગોઠવાય. નિત્ય હનુમાનજીને કાચા તેલમાં દીપ કરી મનોમન પ્રાર્થના કરવી.

કુંભ (ગ,સ,શ) : તમારા મહત્વપૂર્ણ કામ છે એના પર વધારે ફોકસ રાખવું હિતકારી રહેશે. ભાવનાત્મક થઈને કોઈ નિર્ણય લેવો નહીં. દિનચર્યામાં સામાન્ય બદલાવ આવે એવી શક્યતા. હનુમાન ચાલીસાનો પાઠ રાત્રે કરવો.

મીન (દ,ચ,ઝ,થ) : કાર્યક્ષેત્રમાં લાભદાયક પગલાં લેવાય. માનસિક મનોબળ સંતુલન ન રહે. બળથી નહીં, કળથી કામ કરવું. ખાનપાનમાં વિશેષ ધ્યાન રાખવું. વહેલી સવારે કેસર ચંદન લલાટે કરી ભગવાનનાં દર્શન કરવા.

astrology