અંકશાસ્ત્ર મુજબ ડિસેમ્બર મહિનો તમારા લક્કી નંબર પ્રમાણે કેવો રહેશે?

02 December, 2019 12:02 PM IST  |  Mumbai

અંકશાસ્ત્ર મુજબ ડિસેમ્બર મહિનો તમારા લક્કી નંબર પ્રમાણે કેવો રહેશે?

જાણો અંકશાસ્ત્ર પ્રમાણે ભવિષ્ય

ગઈ કાલથી શરૂ થયેલો ડિસેમ્બર મહિનો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા અનુસારના દરેક વ્યક્તિને પોતાના જીવન ઘડતરમાં ભાગ્યાંક (Lucky No)નું ખૂબ મહત્ત્વ રહેલું છે. એ કેવી રીતે કાઢવો એ અંગે નીચે દૃષ્ટાંત આપેલ છે. કિરણ ડાભી (હાલમાં કમિશન એજન્ટ) છે જેની જન્મ તારીખ ૧૨-૧૨-૧૯૮૪ છે. હવે કુલ સરવાળો કરો (૧+૨+૧+૨+૧+૯+૮+૪+) = ૨૮ = (૨+૮) = ૧૦ =(૧+૦) = ૧ થાય જેને ભાગ્યાંક કહેવામાં આવે છે. ૧નો અંક સૂર્યનો ગણાય છે. તમારો ભાગ્યાંક શોધો અને એ મુજબ તમારો આગામી મહિનો કેવો રહેશે એ નીચે દર્શાવેલ છે.
(૧) સરકારી કામકાજમાં વધુ સારો સહયોગ મળી શકે. આંખોને લગતી બીમારી આવી શકે. વડીલો સાથે બગડેલા સંબંધો સુધરે. નાણાકીય રોકાણ કરવામાં વધુ પડતું સાહસ ન કરવું. (૨) વિદેશની સફર નોકરી-ધંધાના કામકાજ માટે થઈ શકે. ઘણી લાંબા ગાળાની યોજનાઓ ખોરંભે પડેલી ચાલુ થઈ શકે. પાણીજન્ય રોગો થઈ શકે. હાથ પર વધુ પડતા રોકડ પૈસા ન રાખવા. (૩) અનેક જગ્યાએથી નાણાકીય લાભ થાય. નોકરી સાથે ધંધો થાય. ધાર્મિક કાર્ય પાછળ ઘણા પૈસા વપરાય. ખાનગી બૅન્કો કે અંગત માણસોને ઉછીના પૈસા આપવા નહીં કે ધીરવા નહીં. (૪) વાયદા બજારમાં મોટું નુકસાન આવી શકે. કાર્યક્ષેત્રમાં આ પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. શારીરિક થાક અનુભવાય. બૅન્કિંગ વ્યવહારમાં વધુ પડતી તકેદારી રાખવી. (૫) આપની કાયદાકીય બાબતોમાં ઉકેલ આવતો જણાય. પર્સનલ અને પ્રોફેશનલ જીવનને અલગ રાખવા હિતાવહ. નાની તક ઝડપવામાં વિલંબ ન કરવો. જૂની બૅન્કની એફડી રિન્યુ જ કરાવી. (૬) વિરોધીઓનો વંટોળ વધતો જણાય. સામાજિક કાર્યમાં વધુ તક મળે. ખેતી કે ડેરી ઉદ્યોગ કાર્યમાં લાભ મળી શકે. આપના ખાતામાં મોટી રકમ બૅન્કમાં જમા થઈ શકે. (૭) બોલવાથી સંબંધોમાં તિરાડ પડે. મનમાં વિચારેલી યોજનાઓ તાત્કાલિક અમલમાં ન મૂકવી. કામ વગરની દોડધામ વધે. ચિંતાનાં વાદળો વિખરાતાં જણાય. ઈ-ટ્રાન્ઝેક્શનમાં વધુ તકેદારી રાખવી. (૮) વારંવાર તાવ ચડે કે ઊતરે. મોસાળથી શુભ સમાચાર. જૂના મિત્રો દ્વારા ધંધો થઈ શકે. બૅન્કમાંથી મોટી રોકડ ન ઉપાડવી. (૯) વાહનમાંથી સ્લિપ થવાની શક્યતા. ઋતુગત બીમારી આવી શકશે. પોતાની મહત્ત્વની પુસ્તક કે પેન ખોવાઈ શકે. કાળી પેનથી ચેક લખવો.
જેમની જન્મ તારીખ ૧, ૨, ૩, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૯, ૨૦, ૨૧, ૨૮, ૨૯ તેમના માટે આ મહિનો વધારે લાભપ્રદ બની રહેશે. જેમનો જન્મનો વાર સોમવાર, મંગળવાર કે ગુરુવાર હશે તેને પણ સવિશેષ લાભપ્રદ બની રહેશે. જેમનો જન્મનો મહિનો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, સટેમ્બર, ઑક્ટોબર, ડિસેમ્બર હશે તેમને પણ યાદગાર
બની રહેશે.

astrology life and style