13 October, 2022 11:46 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક
Karwa Chauth 2022: કરવા ચૌથનો વ્રત સૌભાગ્યવતી મહિલાઓ (Karwa Chauth 2022) માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થ તિથિએ કરવા ચૌથનો તહેવાર ઉજવવામાં આવે છે. જો તમે આ પર્વમાં તારીખને કારણે દુવિધામાં છો તો અહીં જાણો સાચી તારીખ.
કારતક મહિનામાં અનેક મહત્વપૂર્ણ હિંદૂ તહેવારો ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ તહેવારોની પાછળની આસ્થાની સાથે-સાથે પૌરાણિક માહાત્મય પણ છે. આમાંથી એક તહેવાર એટલે કરવા ચૌથનો પર્વ સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. જણાવવાનું કે દરવર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થ તિથિના દિવસે કરવા ચૌથનું પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિની લાંબી ઉંમર માટે નિર્જળા વ્રત રાખે છે. પણ આ વર્ષે કરવા ચૌથના વ્રતની તિથિને લઈને અનેક લોકોના મનમાં દુવિધા છે. તો જાણો 13 કે 14 ઑક્ટોબર કયા દિવસે ઊજવવામાં આવશે કરવા ચૌથનું વ્રત
13 ઑક્ટોબર કે 14? ક્યા દિવસે ઉજવવામાં આવશે કરવા ચૌથનો તહેવાર? (Karwa Chauth on 13 or 14 October)
હિન્દૂ પંચાંગ પ્રમાણે આ વર્ષે કારતક મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 13 ઑક્ટોબરના રોજ રાતે 01.59થી શરૂ થઈ જશે અને આ તિથિનું 14 ઑક્ટોબરના મોડી રાતે 3.08 વાગ્યે સમાપન થશે. જણાવવાનું કે હિન્દૂ ધર્મમાં કોઈપણ પર્વની તિથિ નક્કી કરવા માટે ઉદયા તિથિને ધ્યાનમાં રાખવામાં આવે છે. આથી આ વર્ષે કરવા ચૌથનો તહેવાર 12 ઑક્ટોબરે ઉજવવામાં આવશે.
કરવા ચૌથ 2022ના શુભ મુહૂર્ત (Karwa Chauth 2022 Shubh Muhurt)
કરવા ચૌથના દિવસે શુભ મૂહુર્તમાં પૂજા-પાઠ કરવાથી બધા પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે અને વ્રતનું શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે અમૃત કાળમાં સાંજે 4 વાગીને 8 મિનિટથી સાંજે 5 વાગીને 50 મિનિટ સુધી રહેશે. માન્યતા છે કે અમૃત કાળમાં પૂજા કરવાથી બધા કાર્ય સફળ થાય છે. આ સિવાય આ દિવસે પંચાંગ પ્રમાણે ચંદ્રોદયનો સમય રાતે 8 વાગીને 9 મિનિટે છે. આ દિવસે સૂર્યોદય પહેલા સૌભાગ્યવતી મહિલાઓ સરગી ગ્રહણ કરે છે અને ત્યાર પછી નિર્જળા વ્રતનું સંકલ્પ લે છે. પછી નિયમાનુસાર ચંદ્રોદય પછી અન્ન-જળ ગ્રહણ કરે છે.