શ્રાવણ મહિનાના ચાર સોમવારે કરો આ કામ, થશે શિવની કૃપા

19 July, 2019 06:13 PM IST  |  મુંબઈ

શ્રાવણ મહિનાના ચાર સોમવારે કરો આ કામ, થશે શિવની કૃપા

શ્રાવણ મહિનો શરૂ થવાને આડે હવે થોડાક જ દિવસો બાકી છે. શ્રાવણ મહિનો ખાસ તો શિવની પૂજા માટે મહત્વનો છે, સાથે જ શ્રાવણમાં ઉપવાસનું પણ આધ્યાત્મિક મહત્વ છે. આ મહિનામાં ભગવાન શિવને પૂજા અર્ચના કરીને આશીર્વાદ મેળવી શકાય છે. જો તમને શિવ મંત્ર અને શિવ ચાલીસા યાદ નથી તો તમારે નિરાશ થવાની જરૂર નથી. જ્યોતિષીઓના કહેવા પ્રમાણે ભગવાન શિવની એવી પૂજા વિધિ પણ છે, જેનાથી તમે તેમની કૃપા મેળવી શકો છો, અને તમારી મનોકામના પૂર્ણ કરી શકો છો.

જ્યોતિષાચાર્યના કહેવા પ્રમાણે શ્રાવણ મહિનાના સોમવારે તમે ઘરના જ શિવલિંગ કે પછી કોઈ શિવમંદિરમાં જઈને જળાભિષેક કરો. જળાભિષેક કરવાથી ભગવાન શિવ ઝડપથી પ્રસન્ન થાય છે, પરંતુ તમારે જળાભિષેકની વિધિ જાણી લેવી જરૂરી છે.

જળાભિષેખ કરવા માટે તાંબાના લોટાનો કે અન્ય કોઈ પાત્રનો ઉપયોગ કરો. અને તેમાં ગંગાજળ ભરો. બાદમાં તેમાં ગાયનું દૂધ મિક્સ કરો. હવે ગંગાજળ અને ગાયના દૂધમાં ભાંગ અને સવચ્છ પાંદડા લાવીને મૂકો. બાદમાં મનમાં ભગવાન શિવનું ધ્યાન કરીને ઓમ નમઃ શિવાયના મંત્રનો જાપ કરતા કરતા તે પાત્રનું ગંદાજળ, દૂધ અને ભાંગ ભગવાન શિવને સમર્પિત કરી દો.

આવું તમારે શ્રાવણ મહિનાના ચાર સોમવાર સુધી કરવાનું છે. આવું કરવાથી વ્યક્તિને સર્વાર્થ સિદ્ધી મળે છે, અને તેમની તમામ મનોકામના ભગવાન ભોળાનાથ પૂર્ણ કરે છે.

astrology life and style