હોળિકા પૂજનથી થશે શનિ દોષનું નિવારણ, પરિક્રમાની સંખ્યાથી થશે લાભ

18 March, 2019 06:05 PM IST  | 

હોળિકા પૂજનથી થશે શનિ દોષનું નિવારણ, પરિક્રમાની સંખ્યાથી થશે લાભ

હોળિકા દહન

હોળિકા દહન બુધવારે સાંજે થશે. શું તમને ખ્યાલ છે હોળિકાની ફરતે કેટલી વાર પરિક્રમણ કરવાનું હોય અને તેનો શું પ્રભાવ પડી શકે? રાશિપ્રમાણે કેટલીવાર પરિક્રમા કરવાથી તમને થશે લાભ....

શનિદોષથી મુક્તિ

હોળિકાની રાતે પૂજા કરવાથી જન્મકુંડળીમાં રહેલા કેટલાક દોષને ઘટાડી શકાય છે. હોળિકાની પૂજાથી શનિ દોષ અને પિતૃ દોષને પણ દૂર કરી શકાય છે. પરિક્રમણની સંખ્યા પ્રમાણે દરેક રાશિના ગ્રહદોષનું નિવારણ થાય છે.

રાશિ પ્રમાણે કરો પરિક્રમણ

જો રાશિના શુભ આંકડા પ્રમાણે પરિક્રમણ કરવામાં આવે તો ગ્રહ દોષ દૂર થાય છે અને કેટલાક અન્ય લાભ પણ થતાં જોવા મળે છે. કેટલાક કાર્યો જેમાં અડચણો આવતી હોય તેવા શુભ કાર્યો પૂરા થાય છે, ધન લાભ અને નવા વર્ષની શરૂઆતમાં આર્થિક સંકટોથી મુક્તિની શક્યતા વધી જાય છે. એવામાં જાણવું જરૂરી છે કે કઈ રાશિના લોકોને કેટલી વાર પરિક્રમણ કરવી પડશે.

મેષ રાશિના લોકોએ 9 પરિક્રમાઓ કરવી. વૃષભ રાશિવાળાએ 11 વાર હોળિકાની ફરતે ફરવું. મિથુન 7, કર્ક 28, સિંહ 21, કન્યા 7, તુલા 21 જ્યારે વૃશ્ચિક રાશિવાળાએ 28, અને ધન 23, મકર 15 કુંભ 25 તેમજ મીન રાશિધારકોએ 9 પરિક્રમાઓ કરવી.

આ પણ વાંચો : હોળી રમતાં પહેલા અને પછી આ રીતે કરો તમારા વાળની કૅર

ક્યારે થશે હોળિકા દહન અને ક્યારે હશે રંગપંચમી

બુધવારે 20 માર્ચ 2019ના રાતે 9.28 થી 11 વાગીને 58 મિનિટ સુધી હોળિકા દહન કરી શકાશે. હોળિકા દહનના બીજા દિવસે રંગપંચમીનો તહેવાર એટલે કે ધુળેટી ઉજવી શકાશે. આ દિવસે લોકો અબીલ, ગુલાલ પાણી અને હવે વિવિધ પ્રકારના રંગોથી હોળી રમે છે. જે આ વર્ષે 21 માર્ચ 2019ના રોજ ઉજવવામાં આવશે.

holi festivals