ફેંગશુઈ ટિપ્સ : એવા ઉપાયો જેની મદદથી વિરોધીઓની થશે હાર, મળશે માન સન્માન

19 February, 2019 06:06 PM IST  | 

ફેંગશુઈ ટિપ્સ : એવા ઉપાયો જેની મદદથી વિરોધીઓની થશે હાર, મળશે માન સન્માન

પ્રતીકાત્મક તસવીર

સંસ્થા અથવા ફર્મની ખ્યાતિ, ઓળખ અને સન્માનમાં કારગર સાબિત થાય છે. નાના નાના ઉપાયો કરતાં ન કેવળ વેપારમાં સફળતા મેળવી શકો છો પણ પ્રસિદ્ધિ તેમજ સન્માન પણ વધી જાય છે. જાણો એવા ઉપાયો જે અપાવશે, ખ્યાતિ અને સન્માન :

1. દક્ષિણ દિશામાં રોજ સાંજે લાલ પ્રકાશ આપતો બલ્બ લગાડવો. જો આ બલ્બ લાકડાના ટેબલ લેમ્પમાં લગાવેલું હોય તો વધુ સારું. પ્રસિદ્ધિ મેળવવા માટે આ એક પ્રભાવી ઉપાય છે.

2. ઘર કે ઓફિસની દક્ષિણ દિશાવાળા ભાગમાં નવ લાલ મીણબત્તીઓ મૂકવાથી ખ્યાતિમાં વધારો થશે.

3. ઘર અથવા ઓફિસની દક્ષિણ દિશામાં લગાડેલ લાલ રંગનું ફર્નીચર, પડદા અને તસવીરોનો ઉપયોગ ઉત્તમ ફળ અપાવે છે.

4. ઘર કે ઓફિસની દક્ષિણ દિશામાં રૉડવાળા લાકડાના બનેલા વિંડ ચાઈમ લગાડવું શુભ રહેશે.

5. દક્ષિણ દિશામાં જળ સ્ત્રોત, જળ કે તેના સંબંધે ચિત્ર ન હોવું જોઈએ. એ ખ્યાતિમાં બાધારૂપ બને છે.

6. ઓફિસના ટેબલ પર તેના દક્ષિણ ભાગમાં એક ક્રિસ્ટલ ગ્લોબ રાખવાથી વેપારમાં ખ્યાતિ તેમજ પ્રસારની સંભાવના વધે છે.

7. ઓફિસના ટેબલ પર એક ડ્રેગનની મૂર્તિ મૂકો, જેની કમર પર બેઠેલા કાચબાની મૂર્તિ હોય. આને લીધે તમને લોકોની મદદ પણ મળશે અને વિરોધીઓ સામે વિજયી પણ થશો.

8. સંસ્થા કે ફર્મની ખ્યાતિ વધારવા માટે ઓફિસના દક્ષિણ દિશાવાળા ભાગમાં પોતાની સંસ્થા કે ફર્મનું નામ આછા લીલા રંગની પૃષ્ઠભૂમિ પર લાલ અક્ષરોમાં લખીને ટીંગાડવું.

આ પણ વાંચો : ફેંગશુઈ ટિપ્સઃલવ લાઈફને એક્સાઈટિંગ અને સ્ટ્રોન્ગ બનાવવાના 5 ઉપાય

9. જો તમારા ઘરમાં હંમેશા ક્લેશ, લડાઈ-ઝગડાનો માહોલ રહેતો હોય તો તમે ઘરમાં કાચબાની જોડી રાખી શકો છો. કહેવાય છે કે આને કારણે સકારાત્મક માહોલ બને છે.

astrology life and style