07 October, 2022 06:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક
દિવાળી (Diwali 2022) એક એવો તહેવાર છે જે આખા ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં (Celebrated in India) આવે છે. આ પ્રકાશ અને આનંદનો (Lights and Happiness) તહેવાર છે. દીવાનો ઉત્સવ દિવાળી 5 દિવસ સુધી ઉજવવામાં આવે છે. પંચાંગ પ્રમાણે, આ વખતે દિવાળીના અવસરે અનેક શુભ સંયોગ બની રહ્યા છે. તો જાણો દિવાળી કઈ તારીખે છે અને ક્યારે છે લક્ષ્મી પૂજનનો (Laxmi Puja) શુભ સમય?
ક્યારે છે દિવાળી? (Diwali 2022 Date Time)
પંચાંગ પ્રમાણે, દર વર્ષે કારતક મહિનાની અમાસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવા 24 ઑક્ટોબર 2022ના દિવસે સોમવારે આવે છે. સુખ-સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવતા દિવાળીના આ તહેવારાં માતા લક્ષ્મી સાથે ભગવન ગણેશનું વિધિપૂર્વક પૂજન કરવામાં આવે છે. તેમની આરાધના કરવામાં આવે છે.
દિવાળી શુભ મૂહુર્ત (Diwali Muhurat 2022)
કારતક અમાસ તિથિની શરૂઆત : 24 ઑક્ટોબરના રોજ સાંજે પાંચ વાગીને 28 મિનિટે શરૂ થાય છે અને 25 તારીખે ચાર વાગીને 18 મિનિટ સુધી છે.
પ્રદોષ વ્રત પૂજા- 24 ઑક્ટોબરે સાંજે 5.50થી રાતે 8.22 સુધી
લક્ષ્મી પૂજન મૂહુર્ત - 24 ઑક્ટોબરે સાંજે 6.53થી રાતે 8.16 વાગ્યા સુધી
અભિજીત મૂહુર્ત - 24 ઑક્ટોબરે સવારે 11.19થી બપોરે 12.05 વાગ્યે.
અમૃત કાળ મૂહુર્ત- 24 ઑક્ટોબરે સવારે 8.40થી 10.16 વાગ્યા સુધી
વિજય મૂહુર્ત - 24 ઑક્ટોબર બપોરે 1.36થી 2.21 સુધી.
ગોધૂલિ મૂહુર્ત - 24 ઑક્ટોબર સાંતે 5.12થી 5.36 સુધી.
દિવાળીના અવસરે બની રહ્યો છે શુભ સંયોગ
જ્યોતિષ ગણના પ્રમામે, આ વર્ષે દિવાળી 24 ઑક્ટોબર 2022ના દિવસે સોમવારે છે અને 26 ઑક્ટોબરના બુધ ગ્રહ તુલા રાશિમાં પ્રવેશ કરશે. અહીં સૂર્ય, શુક્ર અને કેતુ પહેલાથી બિરાજમાન રહેશે. આથી તુલા રાશિમાં અદ્ભુત સંયોગનું નિર્માણ થશે. તો દિવાળી પહેલા મંગળ મિથુન રાશિમાં માર્ગી થશે. આવા શુભ સંયોગ સાથે આ વખતે દિવાળી અનેક રાશિના જાતકોના નસીબ ઊઘાડી શકે છે.