ભીમ અગિયારસ : આ રીતે કરો પૂજા, ઉપવાસ તો થશે ધનલાભ

12 June, 2019 03:22 PM IST  | 

ભીમ અગિયારસ : આ રીતે કરો પૂજા, ઉપવાસ તો થશે ધનલાભ

પ્રતીકાત્મક તસવીર

આ એકાદશીને નિર્જળા એકાદશી પણ કહેવામાં આવે છે, આ એકાદશી આ વર્ષે 13 જૂનના આવી રહી છે. જેઠ સુદ 11 ગુરુવારે આ એકાદશી છે. પૌરાણિક માન્યતા અને શાસ્ત્ર પ્રમાણે, આ એકાદશીને ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી કહેવાય છે. આ દિવસે આ વ્રત કરવાથી વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે. એટલું જ નહીં ધન લાભની પ્રાપ્તિ થાય છે આ વ્રતનું મહત્વ એટલું વધારે છે કે આ વ્રત કરનાર પ્રસિદ્ધિ પામે છે, અને તે પોતાના બધાં જ દોષ, પાપ અને કષ્ટોથી મુક્ત થઇ શકે છે.

આ છે ભીમ એકાદશીની કથા
આ એકાદશીમાં ભગવાન શિવના શિવલીંગની પૂજા કરવામાં આવે છે. આ દિવસે એવી માન્યતા છે કે પાંડુ પુત્ર ભીમ ક્યારેય ભૂખ્યા ન રહી શકતા હોવા છતાં તે દિવસે તેમણે આખો દિવસ ઝાડ પર બેઠા બેઠા પસાર કર્યો હતો. અને તે જે ઝાડ પર બેઠા હતા તે ઝાડ બીલિપત્રનું હતું અને તે ઝાડની નીચે જ અપૂજ્ય શિવલીંગ ઘણા વખતથી ત્યાં હતી અને આ દિવસે એકાદશી હોવાથી ભીમ દ્વારા અજાણતાં જ ભૂખ્યા તરસ્યા તે શિવલીંગની પૂજા થઇ. તેથી ભગવાન શિવ ભીમ પર ખુશ થયા અને તેને આશીર્વાદ આપ્યા.

માન્યતા છે કે મનોકામના થાય છે પૂર્ણ
ભીમે આ દિવસે નિર્જળા ઉપવાસ કરનારની મનોકામના પૂર્ણ થાય તેમજ ધનલાભ જેવા વરદાન માગ્યા અને આમ આ ઉપવાસ કરવાથી આ લાભ મળે તેવી ભગવાન શિવને પ્રાર્થના કરી એવી માન્યતા છે. તો બીજી તરફ આ વ્રત કરવા પાછળ બીજી પણ એક કથા છે જેમાં ભગવાન ત્રિવિક્રમ ની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુની આ દિવસે પૂજા કરવાથી બાલાજીના દર્શન થાય છે. માન્યતા પ્રમાણે સમસ્ત પાપ અને કષ્ટોનું નિવારણ થાય છે

આ પણ વાંચો : આજે રાતે ગુરુ દેખાશે સૌથી મોટો અને વધુ પ્રકાશિત

astrology