Janmashtami 2019: જાણો ક્યા દિવસે થશે કૃષ્ણજન્મ, કેવી રીતે કરશો આરાધના?

20 August, 2019 04:47 PM IST  |  મુંબઈ | આચાર્ય ડૉ. જ્યોતિ વર્ધન સાહની

Janmashtami 2019: જાણો ક્યા દિવસે થશે કૃષ્ણજન્મ, કેવી રીતે કરશો આરાધના?

ક્યારે થશે કૃષ્ણપૂજા?

આ વખતે આઠમની તિથિ 23 ઑગસ્ટની સવારે 8 વાગ્યાને 8 મિનિટથી લઈને 24 ઑગસ્ટથી સવારે 8 વાગ્યેને 31 મિનિટ સુધી છે. કૃષ્ણ જન્માષ્ટમીને ગોકુળાષ્ટમી, કનૈયા અષ્ટમી, આઠમના નામથી પણ જાણવામાં આવે છે. આખા દેશની સાથે બાંગ્લાદેશા ઢાકેશ્વરી મંદિર અને પાકિસ્તાનના કરાચીના સ્વામીનારાયણ મંદિરમાંથી ધૂમધામથી મનાવવામાં આવે છે.

23 જન્માષ્ટમીએ મનાવવાનું કારણ
આ વખતે આઠમની તિથિ અને રોહિણી નક્ષત્ર બંને એકસાથે નથી બની રહ્યા. 23 ઑગસ્ટની રાત્રે 12 વાગ્યાથી 1 વાગ્યા સુધીના મુહૂર્તમાં અષ્ટમી તિથિમાં છે. પરંતુ રોહિણી નક્ષત્ર 24 ઑગસ્ટના સૂર્યોદયની પહેલા 3.45 વાગ્યે શરૂ થશે અને 25 ઑગસ્ટની સવારે 4.25 વાગ્યે સમાપ્ત થઈ જશે, આ કારણે 23 ઑગસ્ટે જ જન્માષ્ટમીનું પર્વ મનાવવામાં આવશે.

કૃષ્ણ ભક્તિથી સંતાન સુખ
કૃષ્ણ જન્માષ્ટમીની પૂજા અને ઉપવાસ રાખનારા ભક્તોના જીવનમાં આનંદની પ્રાપ્તિ થાય છે. સંતાના સુખથી વંચિત ભક્તોને આ દિવસે ભગવાનની આરાધના કરવાથી સંતાન સુખનો યોગ બને છે.

આમની કરો પૂજા
જન્માષ્ટમીની પૂજામાં દેવકી, વાસુદેવ, બલદેવ, નંદ, યશોદા અને લક્ષ્મીજીની પૂજા વિધિવત મંત્રજાપ અને આરતીથી કરવી જોઈએ.

દહી-હાંડી મહોત્સવ
આ અવસર પર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દહી-હાંડી મહોત્સવ પણ ધૂમધામથી મનાવવામાં આવે છે. ભગવાન કૃષ્ણની નગરી મથુરામાં અત્યારથી જ રાસલીલાઓનું આયોજન શરૂ થયા છે. મોટી સંખ્યામાં ભક્તો રાધારાની અને ભગવાન કૃષ્ણના દર્શન માટે પહોંચે છે.


janmashtami