PNB SO recruitment 2024: પંજાબ નેશનલ બેન્કમાં બમ્પર ભરતી, ક્યારથી કરશો ઍપ્લાય?

05 February, 2024 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

PNB SO recruitment 2024: પંજાબ નેશનલ બેન્કે સ્પેશિયાલિસ્ટ ઓફિસરની એક હજારથી વધુ જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે.

પંજાબ નેશનલ બેન્કની ફાઇલ તસવીર

PNB SO recruitment 2024: બેન્કમાં નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે પંજાબ નેશનલ બેન્ક દ્વારા ભરજી બહાર પાડવામાં આવી છે. ખાસ નોંધી લો કે પંજાબ નેશનલ બેન્કે સ્પેશિયાલિસ્ટ ઓફિસરની એક હજારથી વધુ જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારો જરૂરી લાયકાત ધરાવતા હોય તો તેઓએ તે માપદંડો ચકાસીને અરજી કરવી જોઈએ. 

ક્યારથી અરજી પ્રક્રિયા માટેની લિન્ક ઓપન થશે?

તમને જણાવી દઈએ કે PNB SO ભરતી માટેની અરજીઓ 7મી ફેબ્રુઆરી 2024થી પ્રારંભ થવા જઇ રહી છે. આ સાથે જ ખાલી જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 25મી ફેબ્રુઆરી 2024 આપવામાં આવી છે. ઉમેદવારોએ આ બંને તારીખ નોંધીને નિયત ફોર્મેટમાં અરજી કરવાની રહેશે.

કુલ કેટલા પદો માટે અરજી આમંત્રિત કરવામાં આવી છે?

પંજાબ નેશનલ બેન્ક દ્વારા આ ભરતી પ્રક્રિયા (PNB SO recruitment 2024) હેઠળ કુલ 1025 જગ્યાઓ ભરવામાં આવનાર છે. જેની વિગતવાર વાત કરવામાં આવે તો ઓફિસર ક્રેડિટ માટે 1000 પોસ્ટ્સ તો મેનેજર, ફોરેક્સ માટે 15 જગ્યાઓ ખાલી છે. પોસ્ટ્સ, સાયબર સિક્યોરિટી મેનેજરની 5 પોસ્ટ અને સાયબર સિક્યોરિટીના સિનિયર મેનેજરની 5 જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 

અરજીકર્તાએ કેટલી અરજી ફી ચૂકવવી પડશે?

તમને ખાસ જણાવી દઈએ કે અરજી કરનાર SC/ST/PWBD કેટેગરીના ઉમેદવારોએ 59 રૂપિયા ચૂકવવાના રહેશે. જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારો માટે અરજી શુલ્ક જુદા છે. તેઓએ 1180 રૂપિયા ચૂકવવાના રહેશે. 

કઈ રીતે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે?

પંજાબ નેશનલ બેન્કની ભરતી (PNB SO recruitment 2024)માં અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ એક ચોક્કસ પસંદગી પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે. પસંદગી ઓનલાઈન લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. આ સાથે જ લેખિત પરીક્ષા કુલ 100 માર્કની આપવાની રહેશે અને પરીક્ષાનો સમયગાળો 2 કલાકનો રહેશે. પર્સનલ ઇન્ટરવ્યુ 50 માટે કુલ 50 માર્ક હશે. 

અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ પગાર ધોરણ પણ જાણી લેવા જરૂરી

અરજી કરનાર ઉમેદવાર માટે ખાસ જણાવવાનું કે જો તેમની પસંદગી થાય છે તો દર મહિને રૂ. 36 હજારથી રૂ. 78 હજાર સુધીનો પગાર આપવામાં આવશે. 

અરજી કરવા આ સ્ટેપ ફોલો કરી શકો

ઇચ્છુક ઉમેદવારો (PNB SO recruitment 2024)એ સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ pnbindia.in પર જવાનું રહેશે. આ સાઇટ પર ભરતી/કારકિર્દી વિભાગમાં HRP 2024-25 હેઠળ નિષ્ણાત અધિકારીઓની 1025 પોસ્ટ માટે ભરતીની લિન્ક સિલેકટ કરવાની રહેશે. 

ઉમેદવારને ક્લિક કરતાની સાથે જ એક નવું પેજ મળશે. સૌ પ્રથમ તો આ પેજ પર ઉમેદવારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને અરજી ફોર્મ પણ ભરવાનું રહેશે. અરજી ફોર્મ ભર્યા બાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ અરજી ફોર્મ સબમિટ કરીને તેની પ્રિન્ટ આઉટ લઈ લેવી. 

jobs and career career and jobs jobs jobs in india government jobs job recruitment