Bharat Movie Review:ફિલ્મ જોઈને તમે એકવાર તો ઉભા થઈ જ જશો

05 June, 2019 12:10 PM IST  |  મુંબઈ | પરાગ છાપેકર

Bharat Movie Review:ફિલ્મ જોઈને તમે એકવાર તો ઉભા થઈ જ જશો

સલમાન ખાન ઈદ પર ફિલ્મ લઈને આવે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને દર્શકો માટે હંમેશા મહત્વની ઘટના રહી છે. જો કે છેલ્લી બે ઈદતી સલમાન ખાનને સારી ઈદી નહોતી મળી, પરંતુ આ વખતે સલમાન ખાને ભારતના રૂપમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. સલમાન ખાને દર્શકોને એવી ઈદી આપી છે, જેમાં પ્રેમ છે, રોમાંસ છે, રોમાંચ છે, ઈમોશન્સ છે. આ ફિલ્મમાં દર્શકો માટે એ બધું જ છે, જે ભાઈજાનના ફેન્સ તેમની ફિલ્મમાં જોવા માગે છે.

ભારતની સ્ટોરીમાં આમ તો ઘણુ બધુ સાથે બતાવાયું છે, પરંતુ આઝાદી બાદની 70 વર્ષની યાત્રામાં ઘણું બધું બને છે, જે ફિલ્મમાં દર્શાવાયું છે. દેશના ભગલાની દર્દનાક યાદ, મહેનત કરીને ઉભા થઈ રહેલા નવોદિત દેશની કોશિશો અને આધુનિક ભારતની સ્થિતિ, આ બધું અલી અબ્બાસ ઝફરે ખૂબસૂરતીથી ફિલ્મમાં બતાવ્યું છે.

 

ભારત આમ જોવા જઈએ તો બજરંગી ભાઈનું એક્સટેન્શન છે, જેનું પાત્ર માસૂમ અને પવિત્ર છે. એટલે જ તમને ગમી જાય છે. સલમાન જ્યારે પણ પોતાની હોમ પ્રોડક્શનની ફિલ્મ કરે છે, ત્યારે કેટલીક મહ્તવની વાતોનું ધ્યાન રાખે છે. જેમ કે ફિલ્મમાં સમાજ માટે કોઈને કોઈ સંદેશ જરૂર હોવો જોઈએ. તેમની કેટલીક ફિલ્મો નિષ્ફળ રહી પરંતુ પ્રામાણિક ફિલ્મ મેકર તરીકે તેમાં સારી નિયત જરૂર જોવા મળે છે.

એક્ટિંગની વાત કરીએ તો ભારત એક્ટર તરીકે સલમાન ખાનની સારામાં સારી ફિલ્મ છે. આ ફિલ્મમાં સલમાન હસાવે છે અને રડાવે છે. કેટલીકવાર આશાથી વિપરિત દર્શકોને ચોંકાવી પણ દે છે. કેટરીના કેફની એક્ટિંગ તરીકે પણ આ સુંદર ફિલ્મ છે. સુનીલ ગ્રોવર પણ પોતાની હાજરી દર્શાવે છે. ટેક્નિકલ રીતે વાત કરીએ તો ફિલ્મની સિનેમેટોગ્રાફી જબરજસ્ત છે. ફિલ્મના એડિટિંગ ડિપાર્ટમેન્ટની થોડી લાલચ છોડી દઈે તો લગભગ 15 મિનિટ ફિલ્મ નાની થઈ શકે એમ હતી.

આ પણ વાંચોઃ Bharat:પ્રીમિયરમાં આ અંદાજમાં દેખાયા બોલીવુડના સિતારા

કુમુદ મિશ્રાને વધુ ટાઈમ તો નથી મળ્યો, પરંતુ જેટલીવાર તે સ્ક્રીન પર દેખાય છે તે સાબિત કરે છે કે એક સારો એક્ટર શું હોય છે. તબુ પણ માત્ર બે સીન માટે આવે છે, પરંતુ ફિલ્મમાં જીવ રેડી દે છે. બાકીના કલાકારોએ પણ પોતાના પાત્રો બરાબર નિભાવ્યા છે.

આર્ટ ડિપાર્ટમેન્ટે પણ આશા કરતા સારું કામ કર્યું છે. કોસ્ચ્યુમ પર થોડી વધુ મહેનતની જરૂર હતી. સરવાળે વાત કરીએ તો ભારત એક મનોરંજન ફિલ્મ છે, જે હસાવે છે અને રડાવે પણ છે. તમે પરિવાર સાથે ફિલ્મ જોઈ શકો છો, નિરાશ નહીં થાવ

મિડ ડે મીટરઃ 5 માંથી 3.5 સ્ટાર

Bharat Salman Khan katrina kaif bollywood entertaintment ali abbas zafar