દિલીપકુમાર-ઇકબાલ મિર્ચીના સંબંધો

04 August, 2019 02:29 PM IST  |  મુંબઈ | તમંચા - વિવેક અગરવાલ

દિલીપકુમાર-ઇકબાલ મિર્ચીના સંબંધો

પ્રતીકાત્મક તસવીર

‘મોહમ્મદ ઇકબાલ મેમણ... કોણ છે આ મેમણ?’ ‘ટાઇગર મેમણનો કોઈ ભાઈ-ભત્રીજો?’ ‘ના’ ‘તો પછી?’ ‘ઇકબાલ મિર્ચી?’ ‘ઓ...એ... ફેમસ ડૉન? નાર્કોટિક્સવાળો? હેને?’ ‘બિલકુલ... આ બન્ને નામ એક જ વ્યક્તિનાં છે...’ ‘અચ્છા... યાદ નથી... એટલે ખબર નથી...’

એ દિવસે કંઈક આવી જ વાત અપરાધ શાખાના અફસર સાથે ચાલી રહી હતી. તેઓ નામ સાંભળીને ચોંક્યા હતા.

પછી તેમણે મને ચોંકાવ્યો.

‘મોહમ્મદ યુસુફ ખાનને જાણો છો?’

‘કોણ છે એ?’

‘ફિલ્મસ્ટાર દિલીપકુમારનું અસલી નામ...’

‘ચોર પર મોર પડ્યા આ તો...’

‘હજી ક્યાં પડ્યા છે... આગળ સાંભળો... તમારો ઇકબાલ મિર્ચી તેનો સગો થાય છે...’

‘હવે તમે મજા કરો છો.’

‘ના, બિલકુલ સાચું છે...’

‘કેવી રીતે?’

‘તો સાંભળો... ઇકબાલ મિર્ચીએ બે શાદી કરી... પહેલી હજીરા મેમણ સાથે... તેને બે દીકરા થયા - આસિફ અને જુનૈદ.’

‘અચ્છા.’

‘ઇકબાલ મિર્ચીએ બીજી શાદી કરી ફિલ્મઅભિનેત્રી હિના કૌસર સાથે... એ પ્રસિદ્ધ નિર્માતા-નિર્દેશક કે. આસિફની બેટી છે.’

‘એ જ કે. આસિફ જેમણે ‘મુગલે-આઝમ’ ફિલ્મ બનાવી હતી?’

‘એ જ... કે. આસિફના નિકાહ અભિનેત્રી નિગાર સુલતાના સાથે થયાં હતાં... તેમણે પણ આ અમર ફિલ્મમાં સારી અદાકારી કરી હતી... તેમને બે બાળકો થયાં - હિના કૌસર અને અકબર આસિફ... કે. આસિફસાહેબે દિલીપકુમારની એક બહેન સાથે નિકાહ કર્યા હતા... હવે તમે જ જોડી લો - ઇકબાલ મિર્ચીએ હિના કૌસર સાથે શાદી કરી તો તે દિલીપકુમારનો સગો થયો કે નહીં?’

આજે મેં ભિંડીબજારની ભાષાનો ઇસ્તેમાલ કર્યો:

‘ક્યા બૉસ... દિમાગ કા માચીસ જલા ડાલા તુમ આજ તો.’

 

મિસ્ટર ઇન્ડિયાથી મિસ્ટર ગૅન્ગસ્ટર

 

તેને ઓળખતા લોકો કહે છે કે તેણે ૨૦ વર્ષની ઉંમરે મિસ્ટર બૉમ્બેનું ટાઇટલ મેળવી લીધું હતું. તે સુંદર અને શારીરિક સૌષ્ઠવના મામલામાં પણ શાનદાર હતો. કસરત કરીને તેણે શરીરને શાનદાર બનાવી રાખ્યું હતું. તે મિસ્ટર ઇન્ડિયા ટાઇટલની તૈયારી કરી રહ્યો હતો. તે શરીર સૌષ્ઠવની વૈશ્વિક પ્રતિયોગિતાઓમાં ભાગ લેવા ઇચ્છતો હતો. તે મિસ્ટર બૉમ્બે પણ બન્યો. મિસ્ટર ઇન્ડિયા પણ બન્યો. વારંવાર અખબારોમાં તસવીરો સાથે તે સમાચાર બનતો હતો અને તે હતો સૈયદ સુલતાન અય્યુબી.

ગઈ કાલ સુધી છોકરીઓનાં દિલોની ધડકન. એક દિવસ અચાનક પોલીસની આંખોમાં દેખાવા લાગ્યો.

હકીકતે તે એક બૅન્ક ડકૈતીના મામલામાં અપરાધ શાખાની ગિરફ્તમાં આવ્યો.

તેણે ૭૦ના દાયકામાં પોતાના દોસ્તો સાથે મળીને જે રકમ લૂંટી હતી એ ઓછી નહોતી. ૪.૫૦ લાખ રૂપિયાથી વધુની રકમ પર ભાઈએ હાથ સાફ કર્યો હતો.

તે કોકણી મુસ્લિમ હતો. સ્કૂલ વચ્ચે જ છોડી ચૂક્યો હતો. ડોંગરીનો જ રહેવાસી હતો. તેનેય ‘ભાઈ’ કહેવડાવવાનો શોખ તો હોવાનો જ. આખરે પઠાણ છોકરાઓની દબંગાઈ જોઈ-જોઈને તે પણ ઇલાકાનો દાદો કહેવડાવવાની હસરત પાળતો હતો.

સૈયદ સુલતાન સાથે કોણ-કોણ જાણવા ઇચ્છે છે?

તો વાંચો... અબ્દુલ મુતાલિબ, અબુ બકર, અઝીઝ ડ્રાઇવર, શેર ખાન, નુસરત ખાન અને એઝાજ સિદ્દીકી અને આ છોટુ ગિરોહનો સરગના હતો. દાઉદ ઇબ્રાહિમ કાસકર. ખરેખર આ છોટુ ગૅન્ગનો ઇરાદો મારવાડીઓ સાથે જનારા આંગડિયાની રકમને લૂંટવાનો હતો. તેઓ ભૂલથી મેટ્રોપૉલિટન બૅન્કની રકમ પર હાથ સાફ કરી ગયા.

આ મામલામાં પાયધુની થાણામાં રિપોર્ટ નોંધાયો. પોલીસે એક-એક કરીને બધા છોકરાઓને પકડ્યા એમાં આ મિસ્ટર ઇન્ડિયા પણ સામેલ હતો.

આ પણ વાંચો : મુંબઈની પહેલી મુઠભેડ

એ જમાનાની નસ પર હાથ રાખતો આવેલો શખસ બોલ્યો:

‘હમારા સમાજ બચ્ચોં કો સંભાલ નહીં પાતા હૈ... કાશ એક ઐસા સિસ્ટમ હો, જીસ મેં મહેનતકશ ઔર દબંગ કિસ્મ કે બચ્ચોં કો સીધે ફૌજ મેં ભર્તી કર શકે... વો ક્રિમિનલ નહીં ક્રાઇમ સ્ટૉપર બન શકતે હૈં.’

weekend guide columnists