બેચેની થાય છે, સેક્સમાં પીડા થાય છે તો શું થઇ શકે?

23 September, 2020 06:45 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

બેચેની થાય છે, સેક્સમાં પીડા થાય છે તો શું થઇ શકે?

પ્રતીકાત્મક તસવીર

સવાલ- મારી ઉંમર ૫૧ વર્ષ છે અને પત્નીને ઘણા વખતથી મેનોપૉઝ આવી ગયો છે. અમે લગભગ છેલ્લા એકાદ વરસથી સમાગમ નથી કર્યો. એનું કારણ એ હતું કે યોનિપ્રવેશ દરમ્યાન તેને બહુ પીડા અને બેચેની થતી હતી. ત્યાર બાદ મને પણ થોડીક બીમારીઓ ખબર લઈ ગઈ. હવે બન્નેની તબિયત સારી છે, પરંતુ કેમેય જાતીય પ્રવૃત્તિઓ ફરી શરૂ થતી નથી. અમે એકલા હોઈએ ત્યારે થોડીક હળવી મસ્તીઓ કરી લઈએ છીએ, પરંતુ હવે સમાગમ કરવાની ઇચ્છા નથી થતી. મને ક્યારેક સ્વપ્નદોષ થઈ જાય છે અને હું ક્યારેક હસ્તમૈથુન પણ કરી લું છું. હવે નવેસરથી જાતીય જીવનની શરૂઆત થઈ શકે? મારે જાણવું છે કે આ ઉંમરે શું કાળજી રાખવી જેથી પીડા અને બેચેની જેવી સમસ્યા ફરી ન થાય. કામેચ્છા માટે શું કરવું?
જવાબ- કામેચ્છા મગજમાં પેદા થાય છે, શરીરમાં નહીં. તમે જે વર્ણન કર્યું છે એ પરથી લાગે છે કે તમને કામેચ્છા પેદા થવામાં તકલીફ નથી, પરંતુ કદાચ સમાગમને લઈને તમારા બન્નેમાં કોઈક પ્રકારની ઍન્ગ્ઝાયટી છે જેને કારણે તમે એ દિશામાં આગળ વધવાનું ટાળી રહ્ના છો. તમે હળવી મસ્તી માણો છો એ બતાવે છે કે તમને એકમેકનો સાથ ગમે છે. મને લાગે છે કે તમે બે-ત્રણ દિવસ શહેરથી દૂર ક્યાંક નિરાંતના સ્થળે જતા રહો. એકાંત માણો, પરંતુ નક્કી કરી રાખો કે તમારે સમાગમ નથી જ કરવાનો. આટલા નિર્ણયથી તમારા મનને સમાગમ દરમ્યાન શું થશે એની ઍન્ગ્ઝાયટી નહીં રહે ને તમે મુક્તપણે મસ્તી કરી શકશો.
ઉત્તેજના માટે સ્પર્શ ખૂબ અસરકારક છે, કેમ કે ચામડીમાં અમુક જગ્યાએ જ્ઞાનતંતુઓ આવેલા છે અને એને સ્પર્શ કરવાથી કામેચ્છા અને ઉત્તેજનામાં નોધપાત્ર વધારો થાય છે. સમાગમ કરવાનું દબાણ મગજમાં ન હોય અને સ્પર્શનો આનંદ વધુમાં વધુ મળતો જાય તો કામેચ્છા ચોક્કસ વધશે. સાથે-સાથે તમે કોપરેલ તેલનો પણ ઉપયોગ ઇન્દ્રિય અને યોનિમાર્ગમાં કરી શકો. ઘણી વાર તેલ લગાવવાથી પણ ઉત્તેજનામાં નોધપાત્ર વધારો થઈ શકે છે. તમારી પત્નીને મેનોપૉઝને કારણે યોનિમાર્ગમાં ચીકણાહટની ઊણપને કારણે યોનિપ્રવેશ વખતે દુખાવો થતો હશે. તેલ લગાવવાથી સંભવ છે કે દુખાવો બિલકુલ નહીં થાય અને યોનિપ્રવેશ સરળ બનશે.

sex and relationships columnists dr ravi kothari