53 વર્ષ બાદ અઝીમ પ્રેમજીએ વિપ્રોને કહ્યું અલવિદા, પુત્ર બનશે ચૅરમેન

06 June, 2019 06:33 PM IST  |  મુંબઈ

53 વર્ષ બાદ અઝીમ પ્રેમજીએ વિપ્રોને કહ્યું અલવિદા, પુત્ર બનશે ચૅરમેન

અઝીમ પ્રેમજી

અબિદાલી ઝેડ નીમચવાલા (Abidali Z Neemuchwala) 31 જૂલાઈથી વિપ્રાના મેનેજિંગ ડાયરેક્ટર અને કંપનીના સીઈઓના રૂપે કાર્યભાર સંભાળશે. અઝીમ પ્રેમજી (Azim Premji) 31 જૂલાઈથી 5 વર્ષના સમયગાળા માટે નૉન એક્ઝિકયૂટિવ ડાયરેક્ટર રહેશે અને વિપ્રોના ફાઉન્ડર ચૅરમેન તરીકે રહેશે. વિપ્રોના એક્ઝિક્યૂટિવ ચૅરમેન અઝીમ પ્રેમજીનો કાર્યકાળ 30 જુલાઈ 2019ના રોજ સમાપ્ત થાય છે અને તે પછી અબિદાલી ઝેડ નીમચવાલા એમડી અને સીઈઓ બનશે.

ભારતીય સૉફ્ટવેર સર્વિસ એક્સપોર્ટર વિપ્રો (Wipro) લિમિટેડે ગુરૂવારે જણાવ્યું કે વિપ્રોના ફાઉન્ડર અઝીમ એચ પ્રેજી કંપનીના એક્ઝિક્યૂટિવ ચૅરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર (MD)ના પદથી જૂલાઈના અંતમાં રિટાયર થઈ જશે અને ચીફ એક્ઝિક્યૂટિવ ઑફિસર અબિદાલી ઝેડ નીમચવાલા નવા એમડી તરીકે નિયુક્ત કરશે.

અઝીમ પ્રેમજી ભારતના બીજા સૌથી અમીર વ્યક્તિ અને જાણીતા સમાજસેવા કરનારા વ્યક્તિ છે, જેમણે 1946માં સ્થાપિત વેજિટેબલ ઑયલ કંપનીથી વિપ્રોને એક ગ્લોબલ આઈટી ફાર્મા બનાવવા સુધીનો પ્રવાસ નક્કી કર્યો છે. 50 વર્ષથી વધુ સમયથી કંપનીનો હવાલો સંભાળનાર અઝીમ પ્રેમજીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ મારા માટે લાંબી અને સંતોષકારક યાત્રા છે. હું ભવિષ્યમાં સામાજિક કાર્યમાં વધુ સમય પસાર કરવા માંગું છું.

આ પણ વાંચો : RBIની પોલિસી શૅર બજારને પસંદ નહીં આવી, સેન્સેક્સ 500 અંક નીચે

વિપ્રોએ કહ્યું કે અઝીમ પ્રેમજીના પુત્ર રિશદ પ્રેમજી 5 વર્ષ માટે એક્ઝિક્યૂટિવ ચૅરમેન બનશે અને અઝીમ પ્રેમજી નૉન એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર તરીકે કામ કરશે. વિપ્રોએ 1982માં આઈટી પ્રોડક્ટના બિઝનેસમાં પ્રવેશ કર્યો હતો. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ અને ઈન્ફોસિસ લિમિટેડ જેવી મોટી કંપનીઓ તેમની હરીફ કંપનીઓ છે.

wipro business news