રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રાઈટ્સ ઇશ્યુને મળ્યું 1.59 ટકા સબ્સક્રિપ્શન

04 June, 2020 08:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રાઈટ્સ ઇશ્યુને મળ્યું 1.59 ટકા સબ્સક્રિપ્શન

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા લાવવામાં આવેલો રૂ.૫૩,૧૨૪ કરોડ રકમ એકત્ર કવાના ઉદ્દેશ સાથેનો વર્તમાન શેરહોલ્ડરને આપવામાં રાઈટના ધોરણે આપવામાં આવેલો ઇશ્યુ આજે ૧.૫૯ ટકા ભરાયો હતો. કંપનીએ આપેલી માહિતી અનુસાર આ દેશનો સૌથી મોટો રાઈટ ઇશ્યુ છે અને વિશ્વની કોઇપણ નાણાકીય સંસ્થા સિવાયની કંપનીએ બહાર પાડેલો સૌથી મોટો રાઈટ ઇશ્યુ છે.

આ રાઈટ ઇસ્યુમાં રિલાયન્સમાં વર્તમાન ૧૫ શેર ધરાવતા રોકાણકારને ૧ શેર આપવામાં આવ્યો હતો અને તેમાં પ્રમોટર પણ પોતાના હિસ્સાના શેર ખરીદવાના હતા. આ રાઈટ ઇશ્યુમાં રિટેલ રોકાણકારોના હિસ્સાના શેરનું ભરણું ૧.૨૨ ગણું ભરાયું છે.

ઇશ્યુ પૂર્ણ થવાની સાથે કંપનીએ જાહેરાત કરી છે કે શેરહોલ્ડરની અરજીની ચકાસણી કર્યા પછી તા.૧૦ જુન સુધીમાં શેરની ફાળવણી કરી આપવામાં આવશે અને અન્ય નંબર સાથે તેનું લિસ્ટિંગ તા.૧૨ મે સુધીમાં કરવામાં આવશે. અહી નોંધવું જોઈએ કે આ રૂ. ૧૨૫૭ની કિંમતનો રાઇટ ઇશ્યુ ત્રણ હપ્તામાં ૧૮ મહિનાના ગાળામાં ચુકવાશે – જેમાં અરજી સાથે ૨૫ ટકા, મે, ૨૦૨૧માં ૨૫ ટકા અને નવેમ્બર, ૨૦૨૧માં ૫૦ ટકા ચુકવણી સામેલ છે.

ઇશ્યુ વધારે ભરાયો એ સંકેત આપે છે કે, શેરધારકો પાસે જેટલા અધિકારો છે એના કરતાં ઘણા વધારે શેરો માટે અરજી કરી રહ્યાં છે.

અગાઉ આરઆઇએલએ રાઇટ એન્ટાઇટલમેન્ટ (આરઇ) સ્વરૂપે સંપૂર્ણપણે નવું ટ્રેડિંગ માધ્યમ ઊભું કર્યું છે, જે પ્રીમિયમ મૂલ્યાંકન, લિક્વિડિટી અને ગુણવત્તાયુક્ત રોકાણ સાથે જોડાણ ધરાવતું હતું.

reliance business news