LPG સિલિન્ડરનો બુકિંગ નંબર બદલાયો, ઇન્ડેને જાહેર કર્યો નવો નંબર

26 October, 2020 06:50 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

LPG સિલિન્ડરનો બુકિંગ નંબર બદલાયો, ઇન્ડેને જાહેર કર્યો નવો નંબર

ફાઇલ ફોટો

જો તમે ઘરગથ્થૂ એલપીજી સિલિન્ડર રિફિલ માટે મોબાઇલ નંબરનો ઉપયોગ કરો છો તમારી માટે જરૂરી સમાચાર છે. જો તમે ઇન્ડેનના ગ્રાહક છો તો આજથી તમે જૂના નંબર પર ગૅસ બૂક નહીં કરાવી શકો. ઇન્ડેને પોતાના ગ્રાહકોને તેમના રજિસ્ટર્ડ મોબાઇન નંબર પર નવો નંબર મોકલાવ્યો છે. જેનાથી તમે ગૅસ રિફિલ માટે સિલિન્ડર બુક કરાવી શકો છો. આમ તો સિલિન્ડર બુક કરાવવા માટે ચાર રીત છે.

પહેલા ડિસ્ટ્રીબ્યૂટરને ત્યાં જઈને, બીજું પોતાના મોબાઇલ નંબરથી કૉલ કરીને, ત્રીજું ઑન લાઇન અને ચોથું કંપની દ્વારા આપવામાં આવેલા WhatsApp નંબર પરથી. સૌથી સરળ રીત છે પોતાના નંબર પરથી કંપની દ્વારા આપેલા નંબર પર કૉલ કરવું. જો તમે ઇન્ડેનના ગ્રાહક છો તો હવે તમે નવા નંબર 7718955555 પર કૉલ કરીને ગૅસ બૂક કરાવી શકો છો. અથવા પછી બીજી સરળ રીત છે વૉટ્સએપ મેસેન્જર પર REFILL ટાઇપ કરી તેને 7588888824 પર સેન્ડ કરવો, ધ્યાનમાં રાખવું કે તમારો વૉટ્સએપ નંબર તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર હોય.

સબ્સિડીમાં છેલ્લા એક વર્ષથી થઇ રહ્યો છે સતત ઘટાડો
જણાવવાનું કે એક નવેમ્બરના એલપીજી ઘરગથ્થૂ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર જોવા મળી શકે છે. રાંધણ ગૅસ સિલિન્ડર સબ્સિડીમાં છેલ્લા એક વર્ષમાં સતત ઘટાડો કરવાથી આ દરમિયાન સબ્સિડીવાળા સિલિન્ડર 100 રૂપિયા મોંઘા થઈ ગયા છે અને સબ્સિડી શૂન્ય થઈ ગઈ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગયા વર્ષે જુલાઇમાં 14.2 કિલો રાંધણ ગૅસ સિલિન્ડરની માર્કેટ વેલ્યૂ એટલે કે સબ્સિડી વગરના સિલિન્ડરની કિંમત 637 રૂપિયા હતી, જે હવે ઘટીને 594 રૂપિયા થઈ ગઈ છે. દેશની સૌથી મોટી તેલ વિતરણ કંપની ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશને પોતાની વેબસાઇટ પર સબ્સિડીવાળા સિલિન્ડરની કિંમત વિશે માહિતી આપવાની બંધ કરી દીધી છે. એક વર્ષ સુધી તેમની વેબસાઇટ પર આની માહિતી ઉપલબ્ધ હતી.

mumbai mumbai news business news