જેટ એરવેઝના 1,100 પાયલટો નહી ઉડાવે વિમાન

14 April, 2019 07:04 PM IST  | 

જેટ એરવેઝના 1,100 પાયલટો નહી ઉડાવે વિમાન

જેટ એરવેઝના 1,100 પાયલટો નહી ઉડાવે વિમાન

બેહાલીના ગંભીર સમયમાંથી પસાર થઇ રહેલી ભારતીય એર લાઇન્સ જેટ એરવેઝને લઇને થોડા સારા સમાચાર આવી રહ્યા છે. જેટ એરવેઝના પાયલોટ ફરી એકવાર હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. પાયલોટે 15 દિવસ સુધી પોતાની હડતાલ પાછી ખેચી હતી. પગાર ન મળવાના કારણે જેટ એવરેઝના પાયલટ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. હાલ જેટ એરવેઝમાં 1,600 જેટલા પાયલટ છે જેમાંથી 1,100 જેટલા પાયલટ હડતાળ પર જવાના છે.

આ પહેલા પણ નેશનલ એવિએટર્સ ગિલ્ડામાં રજીસ્ટર્ડ 1,100 પાયલટોએ હડતાળ પર ઉતરવાની વાત કરી હતી. આ પાયલટો 1 એપ્રિલના દિવસથી જ હડતાળ પર ઉતરવાના હતા જો કે ત્યારે 4 કલાકની મિટિંગ બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે જેટ એરવેઝ પાયલટનો ડિસેમ્બરનો પગાર ટ્રાન્સફર કરશે જેના કારણે હાલ NAG દ્વારા હડતાળના નિર્ણયને 15 એપ્રિલ સુધી ખસેડ્યો હતો.

 

આ પણ વાંચો: જેટ ઍરવેઝમાં હિસ્સો ખરીદવા ઇચ્છતા રોકાણકારો માટે બિડની સમયમર્યાદા લંબાવાઈ

 

15 દિવસની અવધી પછી ફરી એકવાર પાયલટોને પગાર ન મળતા હડતાળ પર ઉતરવાનુ નક્કી કર્યુ છે. આ પાયલટોને છેલ્લા ઘણા સમયથી પગાર ન મળવાના કારણે છેવટે હડતાળ પર ઉતરવાનું નક્કી કર્યું છે. આ પાયલોટોને છેલ્લા 3.5 મહિનાઓથી પગાર મેળવ્યો નથી જેના કારણે પાયલોટો શારિરીક અને માનસિક સમસ્યાઓ પણ ભોગવી રહ્યા છે.

jet airways