આખરે લાગ્યા જેટ એરવેઝ પર તાળા, બુધવારે રાત્રે છેલ્લી ઉડાન

17 April, 2019 06:26 PM IST  |  નવી દિલ્હી

આખરે લાગ્યા જેટ એરવેઝ પર તાળા, બુધવારે રાત્રે છેલ્લી ઉડાન

આખરે જેટને લાગ્યા તાળા

જેટ એરવેઝની આખરી ફ્લાઈટ બુધવારે રાત્રે સાડા દસ વાગ્યાની છે. કારણ કે જેટ એરવેઝ બંધ થઈ રહ્યું છે. બેંકોના કંશોર્સિયમ પાસેથી પૈસા ન મળતા કંપનીના બોર્ડે આ નિર્ણય લીધો છે. કંપનીના પાંચ વિમાન જ હાલ ચાલી રહ્યા હતા. સોમવારે કંપનીએ બેંકો સાથે મીટિંગ કરી હતી. પરંતુ કોઈ પરિણામ ન આવ્યો. જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલે પોતાને બોલીમાંથી બહાર કર્યા છે, કારણ કે ઈતિહાદ અને ટીપીજી પાર્ટનર્સે જો તેઓ બોલી લગાવે તો પોતાને બોલીમાંથી અલગ કરવાની ધમકી આપી હતી.

જેટ એરવેઝની 400 કરોડનું ઈમરજન્સી ફંડ આપવાની માંગણીને ફગાવી દેવામાં આવી છે. સરકારે પણ બેંક અને જેટ વચ્ચે મધ્યસ્થી કરવાની ના પાડી છે. અને બેંકોને નિર્ણય લેવા માટે કહ્યું છે.

આ પણ વાંચોઃ જેટ એરવેઝના 1,100 પાયલટો નહી ઉડાવે વિમાન

25 વર્ષ જૂની જેટ એરવેઝ પર 8 હજાર કરોડથી પણ વધારેનું દેવું છે. જેટએ પોતાના ઓપરેશનને ચાલુ રાખવા માટે એક છેલ્લો પ્રયાસ કરવાનો નિર્ણય કર્યો હતો અને 400 કરોડની આપાતકાલિન ધનરાશિની માંગ કરી હતી. જે ફગાવી દેવામાં આવતા હવે જેટ બંધ થઈ રહ્યું છે.

jet airways