ઇન્ફોસિસ ABN એમ્રોની સબસિડિયરીમાં 75 ટકા હિસ્સો પ્રાપ્ત કરશે

29 March, 2019 11:08 AM IST  | 

ઇન્ફોસિસ ABN એમ્રોની સબસિડિયરીમાં 75 ટકા હિસ્સો પ્રાપ્ત કરશે

ઈન્ફોસિસ

દેશની બીજા ક્રમાંકની ઇર્ન્ફોમેશન ટેક્નૉલૉજી સર્વિસિસ કંપની ઇન્ફોસિસે ગુરુવારે કહ્યું હતું કે તે ABN એમ્રોની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી - સ્ટાટરમાં ૭૫ ટકા હિસ્સો ૧૨.૭૫ કરોડ યુરો (આશરે ૯૮૯ કરોડ રૂપિયા)માં હસ્તગત કરશે.

બન્ને કંપનીઓએ આ અંગેનો કરાર કર્યો છે.

૧૯૯૭માં સ્થાપવામાં આવેલી સ્ટાટર નેધરલેન્ડ્સ, બેલ્જિયમ અને જર્મનીમાં ઍન્ડ-ટુ-ઍન્ડ મૉર્ગેજ ઍડમિનિસ્ટ્રેશન સર્વિસીસ પૂરી પાડે છે. કરારના ભાગરૂપે ઇન્ફોસિસ સ્ટાટરમાં ૭૫ ટકા હિસ્સો પ્રાપ્ત કરશે, જ્યારે ABN એમ્રો ૨૫ ટકાનું હોલ્ડિંગ રાખશે, એમ ઇન્ફોસિસે એક નિવેદનમાં જણાવ્યું હતું.

ઇન્ફોસિસે જણાવ્યું હતું કે આ ભાગીદારી કૉન્ટિનેન્ટલ યુરોપમાં તેની મૉર્ગેજ સર્વિસિંગ ક્ષમતાઓને મજબૂત કરવાની તેની વ્યૂહરચના સાથે સુસંગત છે.

આ સોદો પરંપરાગત ક્લોઝિંગ કન્ડિશન્સને આધીન, ૨૦૨૦ના પ્રથમ ક્વૉર્ટરમાં પૂરો થવાની અપેક્ષા છે

આ સોદો ક્લાયન્ટ્સને ડિજિટલ પ્લૅટફૉર્મ્સ અને ફોકસ્ડ સૉલ્યુશન્સ પૂરા પાડવાના અમારા અભિગમને મજબૂત કરે છે. તે અમારી પૂરક ક્ષમતાઓને જોડે છે, જે અમારા ગ્રાહકોને પૂરી પડાતી સર્વિસિસના મૂલ્યમાં વૃદ્ધિ કરે છે, એમ ઇન્ફોસિસના પ્રેસિડન્ટ મોહિત જોશીએ કહ્યું હતું.

સ્ટાટરની વર્તમાન મૅનેજમેન્ટ ટીમ કંપનીનું સંચાલન ચાલુ રાખશે, એમ કંપનીએ ઉમેર્યું હતું.

આ પણ વાંચો : બ્રેક્ઝિટ-ટ્રેડ વૉરની મુવમેન્ટ શાંત પડતાં સોનામાં પ્રૉફિટ-બુકિંગથી ઘટાડો

ABN એમ્રો ૨૫ ટકા હિસ્સો જાળવી રાખશે અને સ્ટાટરની મહત્વપૂર્ણ ક્લાયન્ટ બની રહેશે, એમ ABN એમ્રોના એક્ઝિક્યુટિવ ર્બોડના મેમ્બર ક્રિસ્ટિયન ર્બોનફેલ્ડે કહ્યું હતું.

infosys