RBIની પોલિસી શૅર બજારને પસંદ નહીં આવી, સેન્સેક્સ 500 અંક નીચે

06 June, 2019 04:23 PM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

RBIની પોલિસી શૅર બજારને પસંદ નહીં આવી, સેન્સેક્સ 500 અંક નીચે

સેન્સેક્સ 500 અંક નીચે

રિઝર્વ બેન્કે આજે પોતાની મૌદ્રિક નીતિની સમીક્ષાની બેઠક બાદ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં 25 અને 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે.

જોકે, આ રેપો રેટ કટના ઘટાડાથી બજાર ખુશ નથી અને મૌદ્રિક નીતિની સમીક્ષા બાદ ઝડપથી ઘટાડો આવવા લાગ્યો અને 2 વાગ્યાની આસપાસ 500 અંક સુધી 39,577ના સ્તર પર કારોબાર કરવા લાગ્યા. બાદ થોડા સમય બાદ એમા મામૂલી રિકવરી નજર આવી અને 463 અંકોના ઘટાડા સાથે 39,619ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા, નિફ્ટી 159 અંક લપસીને 11,862ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

એની પહેલા સવારે 40,028ના સ્તર પર ખુલેલું બજાર થોડા સમય બાદ 100 અંકોના ઘટાડા સાથે 39,980ના સ્તર કારોબાર કરી રહ્યા હતા. જ્યા નિફ્ટીની વાત કરીએ તો તે 53 અંકોની કમજોરી સાથે 11,968ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા.

એની પહેલા મંગળવારે પણ શૅર બજારમાં ઘટાડો નજર આવ્યો હતો. સેન્સેક્સ જ્યાં 184 અંકોની કમજોરી સાથે 40,083ના સ્તર પર બંધ થયું હતું. જ્યા નિફ્ટી 66 અંકોના ઘટાડા સાથે 12,021ના સ્તર પર બંધ થયું હતું.

bombay stock exchange national stock exchange sensex business news