ઘર લેવાનું વિચારી રહ્યા છો, તો 1 એપ્રિલ સુધી રાહ જોઇ લો

13 March, 2019 03:13 PM IST  | 

ઘર લેવાનું વિચારી રહ્યા છો, તો 1 એપ્રિલ સુધી રાહ જોઇ લો

શું તમે ઘર ખરીદવામું પ્લાન કરી રહ્યા છો. તો 1 એપ્રિલ સુધી તમારા પ્લાનને અટકાવી દેજો. 1 એપ્રિલ પછી તમને ઘણો બધો ફાયદો થઇ શકશે. લોકસભા ચુંટણી આવી રહી હોય સરકાર તમામ ક્ષેત્રના લોકો પર ખાસ ધ્યાન આપી રહી છે અને ખાસ કરીને સામાન્ય વર્ગના લોકોને ફાયદો થાય તેના પર વધુ ધ્યાન આપી રહી છે. પોતાનું ઘર ખરીદવું એ તમામ લોકોનું સ્વપ્ન હોય છે. ત્યારે સરકારે GST ને લઇને ખાસ પ્લાન તૈયાર કર્યો છે.

ઘર પર ઘટાડવામાં આવશે GST

સામાન્ય વર્ગના લોકો માટે આજે પોતાના સપનાનું ઘર લેવું ઘણું મુશ્કેલ બની ગયું છે. ત્યારે સરકારે તેમના સપનાને સાચા કરવા માટે કમર કસી છે.

GST ના નવા નિયમ પ્રમાણે 1 એપ્રિલ બાદ GST કાઉન્સિલ અંડર કંસ્ટ્રક્શન પ્રોજેક્ટ અને સસ્તા ઘર પર GST ઘટાડવાથી જાહેરાત કરી છે. અત્યારે, અંડર કંસ્ટ્રક્શ ફ્લેટ પર 12 ટકાની જગ્યાએ 5 ટકા GST કરી દેવામાં આવ્યું છે. તેથી આંકડામાં સમજીયે તો જો તમે 45 લાખ રૂપિયાનું ઘર ખરીદો છો તો તમને 5.82 લાખની બચત થશે.

જાણો કઇ રીતે તમને ઘર ખરીદવામાં થશે બચત

ઘર ખરીદતા પહેલા આટલી વાતો જાણી લો. જો આપ પહેલી વખત ઘર અંડર કંસ્ટ્રક્શન પ્રોજેક્ટમાં ફ્લેટ ખરીદી રહ્યાં છો તો અત્યાર સુધી તમારે 12 ટકા GST ચુકવવો પડતો હતો. પરંતુ હવે 1 એપ્રિલથી આ GST રેટ ઘટીને 5 ટકા થઇ જશે. એટલે કે GSTમાં 7 ટકા ઘટશે. આ હેઠળ હવે 45 લાખ રૂપિયાની પ્રોપર્ટી પર 45,000 રૂપિયા GST લાગશે. 3.15 લાખ રૂપિયાની સીધી બચત થશે. જો આપ પહેલી વખત ઘર ખરીદવા જઇ રહ્યાં છો તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હોમ લોન પર 2.67 લાખ રૂપિયાની સબસિડી મળશે એટલે કૂલ 5.82 લાખ રૂપિયાની બચત થશે.

સસ્તા ઘરની પરિભાષા બદલાઇ ગઇ

GST ના દર ઘટવાથી નવા ઘરની પરીભાષા બદલાઇ ગઇ છે. મેટ્રો શહેરમાં 60 વર્ગ મીટર (આશરે 650 વર્ગ ફીટ)નું ઘર સસ્તા ઘરની કેટેગરીમાં જ્યારે નોન મેટ્રો શહેરમાં 90 વર્ગ મીટર (970 વર્ગ ફીટ) કરવામાં આવ્યું છે. શરત છે કે ઘરનો ભાવ 45 લાખ રૂપિયાથી વધુ ન હોવો જોઇએ. એટલે કે 45 લાખ રૂપિયા સુધીનાં ઘર સસ્તા ઘરની કેટેગરીમાં આવે છે.

અંડર કંસ્ટ્રક્શન પ્રોપર્ટી પર GST ઘટાડવા પર સહમતિ બની જે બાદ અંડર કંસ્ટ્રક્શન પ્રોપર્ટી પર GST 5 ટકા નક્કી થયો, તેમજ વગર ઇનપુટ ટેક્સ ક્રેડિટને અંડર કંસ્ટ્રક્શન પ્રોપર્ટી પર GST 5 ટકા લાગશે. આ ઉપરાંત અફોર્ડેબલ હાઉસિંગ પર 1 ટકા GST લાગવા પર મંજૂરી મળી. એટલે 45 લાખ રૂપિયા સુધીનાં ઘર પર 1 ટકા GST લગાવવાની મંજૂરી મળી.

આ પણ વાંચોઃ વિડિયોકૉન ગ્રુપની યુનિટી અપ્લાયન્સીસની મિલકતો બૅન્ક ઑફ મહારાષ્ટ્રે વેચવા કાઢી

ગ્રુપ ઓફ મિનિસ્ટર્સને 3% GST લગાવવાનો પ્રસ્તાવનો ઘણાં રાજ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. 45 લાખ સુધીનાં અંડર કંસ્ટ્રક્શન પ્રોપર્ટી પર 5 ટકા GST લગાવવા પર મંજૂરી આપવામાં આવી. RBIનાં પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ નિયમો મુજબ 45 લાખ રૂપિયા સુધીનાં ઘર અફોર્ડેબલ મનાશે અને તેનાં ઉપર 1% GST લાગશે. નવા દર 1 એપ્રિલ 2019થી લાગૂ થશે.

news goods and services tax