જુની ગાડી પર લોન લઇ રહ્યા છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખો

05 May, 2019 06:58 PM IST  | 

જુની ગાડી પર લોન લઇ રહ્યા છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખો

જૂની ગાડીઓની પરિસ્થિતિ ચેક કરવી જરુરી

આજ કાલ લોકોમાં જુની એટલે કે સેકન્ટ હેન્જ ગાડી ખરીદવાનું ચલણ વધી રહ્યું છે. આમ તો જૂની ગાડીઓની ખરીદ કિંમત ઓછી જ હોય છે પરંતુ તેને ચૂકવવા માટે જો લોન મળી જાયે તો ગાડી ખરીદનારાઓ માટે સરળતા રહે છે. ભારતમાં ઘણી એવી બેન્કો છે જે જૂની ગાડીઓ પર લોન આપે છે જેમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, HDFC, ICIC જેવી બેન્કોનો સમાવેશ કરવામાં આવે છે પરંતુ જો તમે જૂની ગાડી માટે લોન લઈ રહ્યાં છો તો આ વાતોનું ધ્યાન રાખવું.

લોન પર જુની ગાડી લેતા પહેલા ધ્યાનમાં રાખો આ બાબત

લોન પર જૂની ગાડી લઈ રહ્યા છો તો કાર ખરીદતા પહેલા જે ગાડી ખરીદી રહ્યા છો તેના વિશે પૂરેપૂરી માહિતી મેળવી લેવી. ગાડીની પરિસ્થિતિ, રજીસ્ટ્રેશન તારીખ અને કેટલા કિલોમીટર ફરી છે આ વિશે સંપૂર્ણ માહિતી મેળવી લેવી જોઈએ. આ સિવાય આ મોડલની ગાડીના સ્પેરપાર્ટ માર્કેટમાં મળી રહે છે કે નહી તેની ખાસ નોંધ લેવી. આ સિવાય પણ આ વાતોનું ધ્યાન રાખવું.

- જૂની ગાડી પર લોન લેવી નવી ગાડી પર લોન લેવા કરતા મુશ્કેલ છે. કેમકે જૂની ગાડીની ઉમર અને તેનું મોડલ ઘણું મહત્વ ધરાવે છે. આ સિવાય જૂની ગાડીઓ પર મળતી લોન નવી ગાડીઓ પર મળતી લોન મોંઘી હોય છે.

-જૂની ગાડીઓની લોન પ્રોસેસ માટે પણ વધારે સમય લાગે છે. કંપની દ્વારા ગાડીની સંપૂર્ણ તપાસ પછી જ લોન પાસ કરવામાં આવે છે. આ સિવાય ગાડીઓના પેપર ટ્રાન્સફર કરવામાં પણ વધારે સમય લાગે છે.

- જૂની ગાડીઓ પર મળતી લોનની અવધિ તેની બાકી રહેલી ઉમર પર આધારિત રહે છે.

- બધા જ દસ્તાવેજોની તપાસ બરાબર કરવી. જૂની ગાડીઓની વેલ્યૂએસન બેન્કો દ્વારા ઘણી ઓછી કરવામાં આવે છે જેના કારણે મળતી લોનની કિમત ઓછી હોય શકે છે.