રાહુલ બજાજનું બજાજ ફિનસર્વના ચૅરમૅન અને નૉન-એક્ઝિક્યુટિવપદેથી રાજીનામું

14 March, 2019 08:50 AM IST  | 

રાહુલ બજાજનું બજાજ ફિનસર્વના ચૅરમૅન અને નૉન-એક્ઝિક્યુટિવપદેથી રાજીનામું

રાહુલ બજાજ

અગ્રણી ઉદ્યોગપતિ રાહુલ બજાજ બજાજ ફિનસવર્નીઅ અનુગામી નીમવાની યોજના અંતર્ગત ચૅરમૅન અને નૉન-એક્ઝિક્યુટિવપદ પરથી ૧૬મી મેથી ઊતરી જશે, એમ કંપનીએ જણાવ્યું હતું. જોકે તેઓ આ વૈવિધ્યપૂર્ણ નૉન-બૅન્કિંગ ફાઇનૅન્શિયલ કંપનીના ચૅરમૅન એમિરટ્સ તરીકે ચાલુ રહેશે. વાઇસ-ચૅરમૅન નાનુ પમ્નાની બજાજ ફિનસર્વના નવા ચૅરમૅન બનશે.

૨૦૦૭માં કંપનીની સ્થાપનાથી લઈને ગ્રુપમાં આશરે પાંચ દસકા વિતાવ્યા બાદ બજાજે ૧૫ ફેબ્રુઆરીએ રાજીનામાનો પત્ર આપ્યો હતો, જે ૧૬મી મેના રોજ યોજાનારી બોર્ડ મીટિંગના અંત સાથે અમલી બનશે. કંપનીએ રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું છે કે ૧૬ મેથી રાહુલ બજાજની ચૅરમૅન એમિરેટ્સપદે નિમણૂક કરવામાં આવશે.

આ પણ વાંચો : ઘર લેવાનું વિચારી રહ્યા છો, તો 1 એપ્રિલ સુધી રાહ જોઇ લો

તેઓ ઉક્ત હોદ્દા માટે કોઈ ફી કે ચાર્જ નહિ લે.

news