ભારત અયોગ્ય વ્યાપાર નીતિ અપનાવી રહ્યું છે: અમેરિકાનો મોટો આરોપ

10 May, 2019 07:59 AM IST  |  દિલ્હી

ભારત અયોગ્ય વ્યાપાર નીતિ અપનાવી રહ્યું છે: અમેરિકાનો મોટો આરોપ

ભારતના પ્રવાસે આવેલા અમેરિકાના વાણિજ્ય પ્રધાન વિલબર રોસે ભારત પર ગંભીર આરોપ લગાવ્યા છે. અમેરિકાએ કહ્યું છે કે ભારત અયોગ્ય વ્યાપાર નીતિ અપનાવી રહ્યું છે અને ભારતે પોતાના દેશમાં કામ કરી રહેલી અમેરિકી કંપનીઓના માર્ગમાં આવી રહેલી મુશ્કેલીઓ ઓછી કરવી જોઈએ. ભારત સરકાર આ મુદ્દે ધ્યાન આપશે એવો રોસે આશાવાદ પણ વ્યક્ત કર્યો છે.

અમેરિકા ઇચ્છે છે કે અહીં કામ કરી રહેલી તેમની કંપનીઓ માટે ભારત વ્યાપાર કરવા અને આંકડાઓને સ્થાનિક રૂપે રજૂ કરવાના સંદર્ભમાં ઊભી થતી અડચણો દૂર કરે. અમેરિકી વાણિજ્ય પ્રધાન (કૉમર્સ સેક્રેટરી) વિલ્બર રોસે કહ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે અહીં કામ કરી રહેલી અમેરિકી કંપનીઓ માટે મુશ્કેલીઓ દૂર કરવામાં આવે. આ આંકડાઓને સ્થાનિક રૂપે રજૂ કરવાના પ્રતિબંધનો મુદ્દો પણ સામેલ છે. આમ કરવાથી આંકડાઓની સુરક્ષા નબળી પડે છે તથા વ્યાપાર ખર્ચ વધે છે. રોસે ટ્રેડવિન્ડ ફોરમ અને ટ્રેડ મિશનને સંબોધિત કરતી વખતે આ વાત કહી હતી.

રોસ ૧૦૦ અમેરિકી બિઝનેસ ડેલિગેટ સાથે ભારત આવ્યા છે. તેમરે અહીં કહ્યું હતું કે અમે વ્યાપારમાં કેટલીક અડચણો દૂર કરવાને લઈને ભારતની પ્રતિબદ્ધતાનાં વખાણ કયાર઼્ છે. નવી સરકાર સંભવત: જૂનમાં રચાશે અને ત્યાર બાદ સમસ્યાનો ઉકેલ આવે એવી શકયતા છે. રોસે એવો પણ આરોપ લગાવ્યો હતો કે ભારત વાહન, મોટરસાઇકલ અને કૃષિ ઉત્પાદનો જેવા સામાનો પર ઊંચી ઇમ્ર્પોટ ડ્યુટી લગાડે છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પની ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાની દરખાસ્ત ફેડે ઉડાવી દેતાં સોનું ઘટ્યું

તેમણે એમ પણ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે વ્યાપારી સંબંધો નિષ્પક્ષતા અને પરસ્પર હિતો પર આધારિત હોવા જોઈએ. પરંતુ હાલ ભારતમાં અમેરિકી કંપનીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એમાં ડ્યુટી અને ટૅક્સનો સમાવેશ થાય છે. સાથે જ અનેક એવી ગતિવિધિઓ અને નિયમન છે જે વિદેશી કંપનીઓ માટે નુકસાનકારક છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં સરેરાશ ડ્યુટી ૧૩.૮ ટકા છે જે દુનિયાની કોઈ પણ મોટી અર્થવ્યવસ્થા કરતાં સૌથી વધારે છે.

donald trump united states of america national news