CNGને લીધે મકાબોમાં ધાંધિયા
નિમેશ દવે
મુખ્ય ગેસ પાઇપલાઇનને નુકસાન થયા બાદ સમગ્ર મુંબઈમાં CNG પુરવઠાની તીવ્ર અછત સર્જાઈ હતી. જેની અસર આજે શહેરમાં અનેક ઠેકાણે જોવા મળી હતી.
નિમેશ દવે
CNGનો પુરવઠો ન હોવાથી મર્યાદિત પંપ કાર્યરત હોવાથી, રાતોરાત શહેરના રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
નિમેશ દવે
બોરીવલી, કાંદિવલી, મલાડ અને ચારકોપ સૌથી વધુ પ્રભાવિત થયા. અહીંના વિસ્તારોમાં લોકોને રીક્ષા શોધવામાં મુશ્કેલી પડી હતી. રસ્તા પર લાંબી કતારો જોવા મળી હતી.
નિમેશ દવે
લાંબા અંતરની ટ્રેનોમાં આવતા લોકોને ઓટોની રાહ જોતા રહેવું પડ્યું હતું. કારણકે રસ્તા પર ભાગ્યે જ કોઈ વાહનો ઉપલબ્ધ હતા.
નિમેશ દવે
રીક્ષા ચાલકો ફરજ પર હાજર ન હોવાથી મુસાફરોને ચાલીને જવાની અથવા મોંઘા વિકલ્પો પર આધાર રાખવાની ફરજ પડી હતી. બસ માટે પણ લાંબી લાઈનો જોવા મળી હતી.
નિમેશ દવે
બોરીવલી વેસ્ટ સ્ટેશન નજીક ઓટો ચાલકોએ સીએનજીની અછત પર નારાજગી વ્યક્ત કરીને એક પેટ્રોલ પંપ બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો.
નિમેશ દવે
વિરોધ કરી રહેલા રીક્ષા ડ્રાઇવરોએ દલીલ કરી હતી કે, જો ઓટોમાં CNG ન મળી શકે તો જનતાને પેટ્રોલ પણ ન આપવું જોઈએ. પછી પેટ્રોલ પંપ પર તણાવ વધી ગયો હતો.
નિમેશ દવે
ક્રેડિટ કાર્ડ વાપરો છો? તો ટાળો આ ભૂલ