મોહમ્મદ કૈફનો જન્મ 1 ડિસેમ્બર, 1980ના રોજ ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં એક મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો.
તસવીરમાં: ગોવામાં વેકેશન માણતો મોહમ્મદ કૈફ પત્ની પૂજા સાથે
મોહમ્મદ કૈફ ક્રિકેટ પરિવારનો છે. કૈફના પિતા મોહમ્મદ તરિફે ઉત્તર પ્રદેશ રાજ્ય ટીમ અને રેલ્વે તરફથી ક્રિકેટ રમતા હતા. ભાઈ મોહમ્મદ સૈફ મધ્યપ્રદેશ તેમજ ઉત્તર પ્રદેશ માટે ક્રિકેટ રમતો હતો.
તસવીરમાં: પત્ની પૂજા સાથે મોહમ્મદ કૈફ મુસૂરીની ટ્રીપ દરમિયાન
મોહમ્મદ કૈફ શ્રેષ્ઠ રમતવીરપણા અને પ્રતિબિંબને કારણે તે ભારતના સર્વાધિક સર્વશ્રેષ્ઠ ફિલ્ડરોમાંનો એક બની ગયો.
મોહમ્મદ કૈફ એક વિચારશીલ ક્રિકેટર હતો અને તે રમતના દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમમાં એક મહત્વપૂર્ણ ભાગ મનાતો હતો.
વર્ષ 2000માં મોહમ્મદ કૈફ ભારતીય અન્ડર-19 ક્રિકેટ ટીમને વર્લ્ડકપ જીતાડયો હતો. ત્યારે તે હેડલાઈન્સ બન્યો હતો.
મોહમ્મદ કૈફે માર્ચ 2000માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને ભારત તરફથી 13 ટેસ્ટ મેચ રમી હતી. 32.84ની સરેરાશ સાથે 624 રન બનાવ્યા હતા. જેમાં ત્રણ હાફ સેન્ચ્યુરી અને 148 અણનમ તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર હતો.
મોહમ્મદ કૈફે જાન્યુઆરી 2002માં ટીમ ઈન્ડિયા તરફથી વનડે ડેબ્યૂ કર્યું હતું અને તે 125 વનડે મેચ રમ્યો હતો. તેમાં 32.01ની સરેરાશથી 2,753 રન બનાવ્યા હતા. જેમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 111 અણનમ અને 2 સદી તેમજ 17 અર્ધસદીનો સમાવેશ છે.
ઇંગ્લેન્ડ સામે વર્ષ 2002માં રમાયેલી નાટવેસ્ટ સિરીઝની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન માટે મોહમ્મદ કૈફને સૌથી વધુ યાદ કરવામાં આવે છે. તેણે આ મેચમાં અણનમ 87 રન બનાવ્યા હતા અને મેન ઓફ ધ મેચનો ખિતાબ પણ જીત્યો હતો.
કારકિર્દી દરમિયાન મોહમ્મદ કૈફે 186 મેચમાં 38.60ની સરેરાશથી 10,229 રન બનાવ્યા છે. જેમાં 19 સદી અને 59 અર્ધસદીનો સમાવેશ છે. તેમજ 202 અણનમનો સ્કૉર મોહમ્મદ કૈફના નામે છે.
મોહમ્મદ કૈફે 2008માં આઈપીએલની શરૂઆત કરી હતી અને ચાર સીઝન રમી હતી. કૈફ 29 મેચોમાં 103 ના સ્ટ્રાઈક રેટ સાથે 14.38 ની સરેરાશથી 259 રન બનાવ્યા હતા. આઈપીએલમાં તે એકપણ અર્ધ સદી ફટકારી શક્યો નથી. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 34 હતો.
મોહમ્મદ કૈફ પૂજાને એક કોમ ફ્રેન્ડની પાર્ટીમાં મળ્યો હતો. પૂજા યાદવ તે સમયે એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરતી હતી.
તે પાર્ટી પછી મોહમ્મદ કૈફ અને પૂજા સતત સંપર્કમાં રહ્યા અને નિયમિત ધોરણે મળવાનું શરૂ કર્યું હતું.
ચાર વર્ષ ડેટિંગ કર્યા પછી આખરે મોહમ્મદ કૈફ અને પૂજા યાદવે 25 માર્ચ 2011ના રોજ લગ્ન કર્યા હતા.
મોહમ્મદ કૈફની પત્ની પૂજા નોઈડા સ્થિત એક પત્રકાર છે.
આ તસવીર ક્રિકેટરની પત્નીએ તેના જન્મદિવસ પર શૅર કરી હતી.
માર્ચ 2012 માં, મોહમ્મદ કૈફ અને પૂજાને તેમના પહેલા બાળકના રૂપે એક દીકરાને જન્મ આપ્યો હતો. જેનું નામ તેઓએ કબીર રાખ્યું છે.
દીકરા કબીર અને પત્ની પૂજા સાથેની મોહમ્મદ કૈફની આ તસવીર એક હૉલિડે દરમિયાનની છે.
દીકરા કબીર સાથે ચેસ રમતો મોહમ્મદ કૈફ
4 એપ્રિલ, 2017ના રોજ મોહમ્મદ કૈફ અને તેની પત્ની પૂજા એક દીકરીના પિતા બન્યા હતા. જેનું નામ તેમણે ઈવા રાખ્યું છે.
દીકરી ઈવા સાથેની ક્રિકેટરની ક્યૂટ તસવીર
દીકરી ઈવાને મોહમ્મદ કૈફ સૌથી શ્રેષ્ઠ ગિફ્ટ માને છે.
તસવીરમાં: દીકરી સાથે ગોવામાં ક્વૉલિટી ટાઈમ સ્પેન્ડ કરતો મોહમ્મદ કૈફ
કોરોના વાયરસના સમયમાં ફેમેલી સાથે આઉટિંગ કરતો ક્રિકેટર
બાળકો સાથે રમતો અને સમય પસાર કરતો મોહમ્મદ કૈફ
ક્રિકેટર માતા-પિતાને પોતાના પહેલા ગુરુ માને છે. ટીચર્સ-ડેના દિવસે તેણે માતા-પિતા સાથેની આ તસવીર શૅર કરી હતી.
એક પાર્ટી દરમિયાન મોહમ્મદ કૈફ અને પૂજા મિત્રો સાથે.
ઇદ દરમિયાન પરિવારના સભ્યો સાથે અલાહાબાદમાં સમય વિતાવતો મોહમ્મદ કૈફ.
ઝહિર ખાનના લગ્નના રિસેપ્શનમાં સચિન અને અંજલિ તેંડુલકર સાથે મોહમ્મદ કૈફ.
મોહમ્મદ કૈફ અને હરભજન સિંહ જવાનીના દિવસોમાં
ક્રિકેટ પ્રવાસ દરમિયાનની મોહમ્મદ કૈફ, યુવરાજ સિંહ અને વીરેન્દ્ર સહેવાગની તસવીર.
ઇરફાન પઠાણ અને ઝહીર ખાન સાથે મોહમ્મદ કૈફની થ્રોબેક તસવીર.
લંચ ડેટ દરમિયાન પત્ની પૂજા અને દિનેશ કાર્તિક સાથે મોહમ્મદ કૈફ.
મોહમ્મદ કૈફ યુવરાજ સિંહને તેનો બેસ્ટ ફ્રેન્ડ માને છે.
ટોક શોના સેટ પર બ્રેટ લી અને મયંતી લેંગર સાથે મોહમ્મદ કૈફ.
મોહમ્મદ કૈફ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મુરલી કાર્તિક સાથે પાર્ટી દરમિયાન.
ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલર આશિષ નેહરા સાથે મોહમ્મદ કૈફ.
વહેલી સવારે ઢાબા પર ચાની મજા માણી રહેલા મોહમ્મદ કૈફ અને સુરેશ રૈના.
મોહમ્મદ કૈફ યુવાન વિરાટ કોહલી સાથે.
મોહમ્મદ કૈફને એક ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી અને ઉત્તમ ફિલ્ડર તરીકે યાદ કરવામાં આવશે.
પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે આજે તેનો 40મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. રિટાયરમેન્ટ પછી ભૂતપુર્વ ભારતીય ક્રિકેટર મોટાભાગનો સમય પત્ની પૂજા અને બાળકો સાથે વિતાવે છે. આજે જન્મદિવસના અવસરે પરિવાર સાથેની અને રમતના દિવસોની તસવીરો પર એક નજર કરીએ...
(તસવીર સૌજન્ય: મોહમ્મદ કૈફ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)