તસવીરમાં દેખાતું આ યોગા કપલ છે હોન્ઝા અને લાફોન્ડ. તેમનો યોગ પ્રેમ અદ્ભૂત છે. તેઓ યોગાબિયોન્ડના ફાઉન્ડર છે.
હોન્ઝા ચેક રિપબ્લિકથી આવે છે જ્યારે ક્લૌડિન ન્યૂયૉર્કથી. બંને એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ યોગના માધ્યમથી વ્યક્ત કરે છે.
આ કપલ યોગનું સૌથી ખતરનાક એવું સ્વરૂપ એક્રોયોગા કરવા માટે જાણીતા છે. જેમાં ફિઝકલ સ્ટ્રેન્થની પણ ખૂબ જ જરૂર પડે છે.
તેઓ ન્યૂયૉર્ક 2007માં મળ્યા હતા. અને હાલ સિડનીમાં રહે છે.
પોતાની યોગા જર્નીની વાત કરતા તેઓ કહે છે કે, "યોગ માટેનો અમારો પ્રેમ, એકબીજાનું સાથેનું જોડાણ અમને એક્રોવિનાયસા તરફ લઈ ગયું. જે યોગનો એક ખાસ પ્રકાર છે. "
2013માં તેમણે યોગા ટ્રેઈનર તરીકે શરૂઆત કરી. તેમની આ સફરમાં તેમણે સફળતા અને રોમાંચ પણ મળ્યો. અને બાદમાં તેમણે પોતાની સફરને વિશ્વ ફલક પર લઈ જવાનો નિર્ણય કર્યો.
એક્રોયોગાની સાથે સાથે આ કપલ આ તસવીર માટે પણ જાણીતું છે. જેમાં તેઓ મેજર રિલેશનશિપ અને ફિટનેસ ગોલ્સ આપી રહ્યા છે.
તેઓ પોતાની જાતને અત્યાર સુધી તેમને જે મળ્યું છે તેના માટે નસીબદાર માને છે. અમે પૈસા અને સમયની સાથે અમારા હ્રદય અને આત્મા પણ આ કામમાં લગાડ્યા છે.
આ બંનેએ યોગને એટલા સીરિયસલી લીધા છે કે જ્યારે ક્લૌડિન ગર્ભવતી હતા ત્યારે પણ તેમણે યોગ મુક્યા નહોતા.
આ કપલે પોતાની દીકરીના આગમનની યુનિક ફોટોશૂટ કરીને જાહેરાત કરી હતી.
આ કપલની દીકરી પણ તેમની યોગ પ્રેક્ટિસનો ભાગ રહે છે.
માતા-પિતા તરીકેની પોતાની જર્નીને વર્ણવતા તેઓ કહે છે કે આ અમારા માટે એક લર્નિંગ એક્સપિરીયંસ હતો.
ક્લૌડિન કહે છે કે મારું જીવન વરદાનોથી ભરપુર છે. મારો પતિ મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને અમારે એક પરી જેવી દીકરી પણ છે.
આ કપલ માને છે કે આ દુનિયામાં હજુ પણ વધારે પ્રેમ, જોડાણ, સ્વીકાર અને સમજની જરૂર છે.
ક્લૌડિન હાલ પોતાના માતૃત્વનો આનંદ માણી રહી છે.
ક્લૌડિન રહે છે કે, હું જ્યારે યોગ શીખવું છું ત્યારે હંમેશા કહું છું કે સંતુલન માત્ર એક જ શ્વાસ દૂર હોય છે. તેમ ફીઝિકલ, ઈમોશનલ, મેન્ટલ હોય કે આધ્યાત્મિક.
ક્લૌડિન કહે છે કે તેને તેના યોગ ટીચરે કલ્પના એવું હિન્દુ નામ આપ્યું હતું.
ક્લૌડિન માને છે કે દીકરી તેમની જિંદગી બદલી નાખી છે.
આ કપલ માને છે કે યોગ અને આસનો તમને જીવનની દરેક ક્ષણે મદદ કરે છે.
આ કપવ એકદમ પોઝિટિવ છે. તેઓ ઈચ્છે છે કે લોકોને ખુશ અને મુક્ત રહે.
હોન્ઝો રહે છે કે પિતા, પતિ, ભાઈ, મિત્ર, ટીચર..આમ તેની અનેક ભૂમિકાઓ છે. આ તમામ વચ્ચે સંતુલન જાળવી રાખવું જરૂરી છે અને તે સતત ચાલતી પ્રક્રિયા છે.
તસવીરમાં: બેબી સોફી સાથે ક્રિસમસ સેલિબ્રેશન દરમિયાન પાવર કપલ.
યોગની જનાના મુદ્રામાં આ કપલ જોવા મળી રહ્યું છે.
તસવીરમાં: એક્રો યોગાનો ખતરનાક પોઝિશન કરી રહેલું આ કપલ.
અનોખા અંદાજમાં ક્રિસમસ ટ્રી ડેકોરેટ કરી રહેલું આ દંપતિ.
હોન્ઝા અને ક્લૌડિન લાફોન્ડ. આ યુગલે પોતાની લાઈફ યોગને સમર્પિત કરી દીધી છે. તેમણે ખાસ પ્રકારના એક્રો યોગા શરૂ કર્યા છે. સાથે તેઓ વિશ્વભરમાં યોગને લઈને જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે.