લાજવાબ બોલિંગ અને રહાણેની સ્માર્ટ કૅપ્ટન્સી સામે કાંગારૂઓ બન્યા લાચાર

Updated: 27th December, 2020 15:58 IST | Shilpa Bhanushali
 • રહાણે કરી શકશે સચિનની બરોબરી ૨૧ વર્ષ પહેલાં ૧૯૯૯માં મેલબર્નમાં સચિન તેન્ડુલકરે કૅપ્ટન તરીકે મેબલર્નમાં સેન્ચુરી ફટકારી હતી. ત્યાર બાદ કોઈ ભારતીય કૅપ્ટન અહીં સેન્ચુરી નથી ફટકારી શક્યો. હવે મુંબઈકર રહાણે પછી બીજા મુંબઈકર તેન્ડુકલરના એ રેકૉર્ડની બરોબરી કરી હતી. રહાણે પાસે આ આશા રાખવાનું કારણ છે કે તે ૨૦૧૪માં આ જ મેદાનમાં બૉક્સિંગ ડે ટેસ્ટમાં ૧૪૭ રનની શાનદાર ઇનિંગ્સ રમ્યો હતો. 

  રહાણે કરી શકશે સચિનની બરોબરી
  ૨૧ વર્ષ પહેલાં ૧૯૯૯માં મેલબર્નમાં સચિન તેન્ડુલકરે કૅપ્ટન તરીકે મેબલર્નમાં સેન્ચુરી ફટકારી હતી. ત્યાર બાદ કોઈ ભારતીય કૅપ્ટન અહીં સેન્ચુરી નથી ફટકારી શક્યો. હવે મુંબઈકર રહાણે પછી બીજા મુંબઈકર તેન્ડુકલરના એ રેકૉર્ડની બરોબરી કરી હતી. રહાણે પાસે આ આશા રાખવાનું કારણ છે કે તે ૨૦૧૪માં આ જ મેદાનમાં બૉક્સિંગ ડે ટેસ્ટમાં ૧૪૭ રનની શાનદાર ઇનિંગ્સ રમ્યો હતો. 

  1/5
 • રહાણેનાં વખાણ કરીશ તો લોકો કહેશે હું મુંબઈકરનો પક્ષ લઉં છું રહાણેની કૅપ્ટન્સીનાં ગઈ કાલે ચારેકોર વખાણ થઈ રહ્યાં હતાં. સુનીલ ગાવસકર પણ ખૂબ પ્રભાવિત થયા હતા, પણ તેમણે આ બાબતે વધુ કહેવાની ના પાડતાં કહ્યું હતું કે જો હું રહાણેની કૅપ્ટન્સીનાં વખાણ કરીશ તો લોકો કહેશે હું અેક મુંબઈના ખેલાડીની ફેવર કરી રહ્યો છું. હું આવા વિવાદમાં પડવા નથી માગતો, કેમ કે આ તો હજી શરૂઆત છે.

  રહાણેનાં વખાણ કરીશ તો લોકો કહેશે હું મુંબઈકરનો પક્ષ લઉં છું
  રહાણેની કૅપ્ટન્સીનાં ગઈ કાલે ચારેકોર વખાણ થઈ રહ્યાં હતાં. સુનીલ ગાવસકર પણ ખૂબ પ્રભાવિત થયા હતા, પણ તેમણે આ બાબતે વધુ કહેવાની ના પાડતાં કહ્યું હતું કે જો હું રહાણેની કૅપ્ટન્સીનાં વખાણ કરીશ તો લોકો કહેશે હું અેક મુંબઈના ખેલાડીની ફેવર કરી રહ્યો છું. હું આવા વિવાદમાં પડવા નથી માગતો, કેમ કે આ તો હજી શરૂઆત છે.

  2/5
 • સ્મિથનો ભારત સામે પ્રથમ ઝીરો પ્રથમ ટેસ્ટ ઑસ્ટ્રેલિયન દિગ્ગજ બૅટ્સમૅન સ્ટીવ સ્મિથને માત્ર એક રને આઉટ કરનાર અશ્વિને ગઈ કાલે ફરી પરચો બચાવતાં તેને ખાતું ખોલાવ્યા વિના જ પૅવિલિયનભેગો કરી દીધો હતો. સ્મિથ ટેસ્ટમાં ૨૦૧૬ બાદ પહેલી વાર ખાતું નહોતો ખોલાવી શક્યો. આ ઉપરાંત ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં અને બૉક્સિંગ-ડે ટેસ્ટમાં પણ પ્રથમ વાર ઝીરો પર આઉટ થયો છે. આમ સ્મિથને ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં ઝીરો પર આઉટ કરનાર અશ્વિન પ્રથમ બોલર બની ગયો છે. આ ઉપરાંત સ્મિથ ભારત સામે બધા ફૉર્મેટ મળીને પ્રથમ વાર ઝીરો પર આઉટ થયો હતો.

  સ્મિથનો ભારત સામે પ્રથમ ઝીરો
  પ્રથમ ટેસ્ટ ઑસ્ટ્રેલિયન દિગ્ગજ બૅટ્સમૅન સ્ટીવ સ્મિથને માત્ર એક રને આઉટ કરનાર અશ્વિને ગઈ કાલે ફરી પરચો બચાવતાં તેને ખાતું ખોલાવ્યા વિના જ પૅવિલિયનભેગો કરી દીધો હતો. સ્મિથ ટેસ્ટમાં ૨૦૧૬ બાદ પહેલી વાર ખાતું નહોતો ખોલાવી શક્યો. આ ઉપરાંત ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં અને બૉક્સિંગ-ડે ટેસ્ટમાં પણ પ્રથમ વાર ઝીરો પર આઉટ થયો છે. આમ સ્મિથને ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં ઝીરો પર આઉટ કરનાર અશ્વિન પ્રથમ બોલર બની ગયો છે. આ ઉપરાંત સ્મિથ ભારત સામે બધા ફૉર્મેટ મળીને પ્રથમ વાર ઝીરો પર આઉટ થયો હતો.

  3/5
 • ગિલ-સિરાજનું શાનદાર ડેબ્યુ ગઈ કાલે બધાની નજર ઑસ્ટ્રેલિયન ધરતી પર ડેબ્યુ કરી રહેલા શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજ પર હતી. બન્નેનું ગઈ કાલની ભારતની મજબૂત સ્થિતિમાં મહત્ત્વનું યોગદાન હતું. સિરાજે લબુશેન અને કૅમરુન ગ્રીનની વિકેટ લીધી હતી અને પૅટ કમિન્સ તેમજ મિચલ સ્ટાર્કના કૅચ પકડ્યો હતો, જ્યારે શુભમન ગિલે લબુશેનના કૅચ ઉપરાંત દિવસના અંતે છેલ્લી ૧૧ ઓવરના નર્વસ ટાઇમમાં ૩૮ બૉલમાં પાંચ ફોર સાથે અણનમ ૨૮ રન બનાવ્યા હતા. ગિલ અને સિરાજની જોડીઅે જ ભારતને સૌથી મહત્ત્વપૂર્ણ લબુશેનની વિકેટ અપાવી હતી. ગઈ કાલે ડેબ્યુ સાથે ગિલ ભારતનો ૨૯૭મો, જ્યારે સિરાજ ૨૯૮ નંબરનો ટેસ્ટ ખેલાડી બન્યો હતો. ગિલ ૧૪ વર્ષ બાદ ભારતીય ટેસ્ટમાં ડેબ્યુ કરનાર પંજાબનો ખેલાડી બન્યો હતો. પંજાબ વતી છેલ્લે ૨૦૦૬માં વીઆરવી સિંહ ભારતીય ટેસ્ટ ટીમમાં રમ્યો હતો, જ્યારે સિરાજ ૨૪ વર્ષ બાદ ભારત વતી ટેસ્ટ ટીમમાં ડેબ્યુ કરનાર હૈદરાબાદી ખેલાડી બની ગયો હતો. છેલ્લે ૧૯૯૬માં વીવીઅેસ લક્ષ્મણે ભારતીય ટેસ્ટ ટીમમાં અેન્ટ્રી મારી હતી. 

  ગિલ-સિરાજનું શાનદાર ડેબ્યુ
  ગઈ કાલે બધાની નજર ઑસ્ટ્રેલિયન ધરતી પર ડેબ્યુ કરી રહેલા શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજ પર હતી. બન્નેનું ગઈ કાલની ભારતની મજબૂત સ્થિતિમાં મહત્ત્વનું યોગદાન હતું. સિરાજે લબુશેન અને કૅમરુન ગ્રીનની વિકેટ લીધી હતી અને પૅટ કમિન્સ તેમજ મિચલ સ્ટાર્કના કૅચ પકડ્યો હતો, જ્યારે શુભમન ગિલે લબુશેનના કૅચ ઉપરાંત દિવસના અંતે છેલ્લી ૧૧ ઓવરના નર્વસ ટાઇમમાં ૩૮ બૉલમાં પાંચ ફોર સાથે અણનમ ૨૮ રન બનાવ્યા હતા. ગિલ અને સિરાજની જોડીઅે જ ભારતને સૌથી મહત્ત્વપૂર્ણ લબુશેનની વિકેટ અપાવી હતી. ગઈ કાલે ડેબ્યુ સાથે ગિલ ભારતનો ૨૯૭મો, જ્યારે સિરાજ ૨૯૮ નંબરનો ટેસ્ટ ખેલાડી બન્યો હતો. ગિલ ૧૪ વર્ષ બાદ ભારતીય ટેસ્ટમાં ડેબ્યુ કરનાર પંજાબનો ખેલાડી બન્યો હતો. પંજાબ વતી છેલ્લે ૨૦૦૬માં વીઆરવી સિંહ ભારતીય ટેસ્ટ ટીમમાં રમ્યો હતો, જ્યારે સિરાજ ૨૪ વર્ષ બાદ ભારત વતી ટેસ્ટ ટીમમાં ડેબ્યુ કરનાર હૈદરાબાદી ખેલાડી બની ગયો હતો. છેલ્લે ૧૯૯૬માં વીવીઅેસ લક્ષ્મણે ભારતીય ટેસ્ટ ટીમમાં અેન્ટ્રી મારી હતી. 

  4/5
 • કૅપ્ટન ટિમ પેઇન રન નૉટઆઉટ, વૉર્ન-જાફરે નિર્ણયની ઉડાડી મજાક ગઈ કાલે થર્ડ અમ્પાયરના એક નિર્ણયની ભારે ટીકા થઈ હતી. સોશ્યલ મીડિયામાં પણ એ બાબત ખૂબ વાઇરલ થઈ હતી. ગઈ કાલે ૫૫મી ઓવરના અશ્વિનના છેલ્લા બૉલમાં બૅટ્સમૅન કૅમરન ગ્રીન રિસ્કી રન માટે દોડી ગયો. ૬ રન પર રમી રહેલો ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ટિમ પેઇન પણ ગ્રીનને પ્રતિસાદ આપતાં દોડી ગયો હતો. વિકેટકીપર રિષભ પંતે સ્ટમ્પ ઉડાડીને રનઆઉટ માટે કૉન્ફિડન્ટ અપીલ કરી હતી. ફીલ્ડ અમ્પાયરે થર્ડ અમ્પાયરને નિર્ણય લેવા જણાવ્યું હતું. અનેક વાર વાર જુદા-જુદા ઍન્ગલથી રિપ્લે જોયા બાદ થર્ડ અમ્પાયરે પેઇનને આશ્ચર્યજનક રીતે નૉટઆઉટ જાહેર કર્યો હતો. રિપ્લેમાં સ્પષ્ટ જણાતું હતું કે રિષભે સ્ટમ્પ ઉડાડ્યા ત્યારે પેઇનનું બૅટ લાઇન પર હતું. નિયમ પ્રમાણે બૅટ લાઇન પર હોય તો બૅટ્સમૅન આઉટ ગણાય. અમ્પાયરના આ નિર્ણયથી ટીમ ઇન્ડિયા સહિત ઘણાને નવાઈ લાગી હતી. ઑસ્ટ્રેલિયન લેજન્ડ સ્પિનર શેન વૉર્ને પણ આ નિર્ણય બદલ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું, જ્યારે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરે તેની સ્ટાઇલ મુજબ સોશ્યલ મીડિયામાં મીમ શૅર કરીને આ નિર્ણયની મજાક ઉડાડી હતી. સોશ્યલ મીડિયામાં જાફરનાં મીમ લોકોને ખૂબ પસંદ આવ્યાં હતાં અને વાઇરલ થયાં હતાં. જોકે પેઇન વધુ ટકી નહોતો શક્યો અને આખરે ૧૩ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. 

  કૅપ્ટન ટિમ પેઇન રન નૉટઆઉટ, વૉર્ન-જાફરે નિર્ણયની ઉડાડી મજાક
  ગઈ કાલે થર્ડ અમ્પાયરના એક નિર્ણયની ભારે ટીકા થઈ હતી. સોશ્યલ મીડિયામાં પણ એ બાબત ખૂબ વાઇરલ થઈ હતી. ગઈ કાલે ૫૫મી ઓવરના અશ્વિનના છેલ્લા બૉલમાં બૅટ્સમૅન કૅમરન ગ્રીન રિસ્કી રન માટે દોડી ગયો. ૬ રન પર રમી રહેલો ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ટિમ પેઇન પણ ગ્રીનને પ્રતિસાદ આપતાં દોડી ગયો હતો. વિકેટકીપર રિષભ પંતે સ્ટમ્પ ઉડાડીને રનઆઉટ માટે કૉન્ફિડન્ટ અપીલ કરી હતી. ફીલ્ડ અમ્પાયરે થર્ડ અમ્પાયરને નિર્ણય લેવા જણાવ્યું હતું. અનેક વાર વાર જુદા-જુદા ઍન્ગલથી રિપ્લે જોયા બાદ થર્ડ અમ્પાયરે પેઇનને આશ્ચર્યજનક રીતે નૉટઆઉટ જાહેર કર્યો હતો. રિપ્લેમાં સ્પષ્ટ જણાતું હતું કે રિષભે સ્ટમ્પ ઉડાડ્યા ત્યારે પેઇનનું બૅટ લાઇન પર હતું. નિયમ પ્રમાણે બૅટ લાઇન પર હોય તો બૅટ્સમૅન આઉટ ગણાય. અમ્પાયરના આ નિર્ણયથી ટીમ ઇન્ડિયા સહિત ઘણાને નવાઈ લાગી હતી. ઑસ્ટ્રેલિયન લેજન્ડ સ્પિનર શેન વૉર્ને પણ આ નિર્ણય બદલ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું, જ્યારે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરે તેની સ્ટાઇલ મુજબ સોશ્યલ મીડિયામાં મીમ શૅર કરીને આ નિર્ણયની મજાક ઉડાડી હતી. સોશ્યલ મીડિયામાં જાફરનાં મીમ લોકોને ખૂબ પસંદ આવ્યાં હતાં અને વાઇરલ થયાં હતાં. જોકે પેઇન વધુ ટકી નહોતો શક્યો અને આખરે ૧૩ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. 

  5/5
 • loading...

ફોટોઝ વિશે

બુમરાહ (૫૬ રનમાં ૪), અશ્વિન (૩૫ રનમાં ૩) અને પ્રથમ મૅચ રમી રહેલા મોહમ્મદ સિરાજે (૪૦ રનમાં બે) વિરાટની ગેરહાજરીમાં ટીમની કમાન સંભાળી રહેલા અજિંક્યએ પાથરેલી જાળમાં ઑસ્ટ્રેલિયન ટીમને બરાબરના સપડાવ્યાઃ મૅચ પર પકડ મજબૂત કરવા હવે આજે બૅટ્સમેનોએ કરવી પડશે કમાલ : ભારત સામે સ્મિથ પહેલી વાર ઝીરો

ગઈ કાલે બીજી અને બૉક્સિંગ-ડે ટેસ્ટ મૅચના પ્રથમ દિવસે ફરી બોલરોના શાનદાર પર્ફોર્મન્સને લીધે ઑસ્ટ્રેલિયાને ૨૦૦ રનનો આંકડો પાર કરવા નહોતો દીધો. પ્રથમ ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સમાં ૧૯૧ રનમાં ઑલઆઉટ થનાર ઑસ્ટ્રેલિયન ટીમ ગઈ કાલે પ્રથમ દિવસે ૧૯૫ રનમાં જ પૅવિલિયનભેગી થઈ ગઈ હતી.
કાંગારૂઓ ૧૯૫ રનમાં ઑલઆઉટ
ઑસ્ટ્રેલિયાઅે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગનો નિર્ણય લીધો હતો. ઓપનર જો બર્ન્સ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો અને પાંચમી ઓવરમાં જસપ્રીત બુમરાહે તેને પૅવિલિયનમાં પાછો મોકલી આપ્યો હતો. માર્નસ લબુશેન (૧૩૨ બૉલમાં ચાર ફોર સાથે ૪૮), ટ્રેવસ હેડ (૯૨ બૉલમાં ચાર ફોર સાથે ૩૮) અને મૅથ્યુ વેડ (૩૯ બૉલમાં ૩ ફોર સાથે ૩૦) સિવાય કોઈ અસરકારક ભારતીય બોલિંગ-અટૅક સામે ટકી નહોતા શક્યા. ઑસ્ટ્રેલિયાઅે શરૂઆતમાં ૩૮ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી અને ત્યાર બાદ થોડા પ્રતિકાર બાદ એક સમયે ૧૬૪ રનમાં ૮ વિકેટ ગુમાવી દીધી હતી. નૅથન લાયને ૧૭ બૉલમાં અેક સિક્સર અને બે ફોર સાથે ૨૦ રન ફટકારતાં તેઓ ૨૦૦ રનની નજીક પહોંચી શક્યા હતા અને ૭૨.૩ ઓવરમાં ૧૯૫ રનમાં ઑલઆઉટ થઈ ગયા હતા. જસપ્રીત બુમરાહે ૫૬ રનમાં ૪, રવિચન્દ્ર અશ્વિને ૩૫ રનમાં ૩ અને પ્રથમ મૅચ રમી રહેલા મોહમ્મદ સિરાજે ૪૦ રનમાં બે વિકેટ લીધી હતી, જ્યારે ફિટ થઈને કમબૅક કરી રહેલા રવીન્દ્ર જાડેજાને છેલ્લે પૅટ કમિન્સની વિકેટ મળી હતી.
ભારતે ત્યાર બાદ દિવસના અંતે ૧૧ ઓવરમાં ઓપનર મયંક અગરવાલ (ઝીરો)ની વિકેટ ગુમાવીને ૩૬ રન બનાવ્યા હતા. મયંક પ્રથમ ઓવરમાં જ મિચલ સ્ટાર્કના છેલ્લા બૉલમાં અએલબીડબલ્યુ થયો હતો. પ્રથમ ટેસ્ટ રમી રહેલો શુભમન ગિલ ૪ રને હતો ત્યારે સ્લીપમાં લબુશેને તેને જીતવદાન આપ્યું હતું. ત્યાર બાદ ગિલ બરાબરનો ખીલ્યો હતો અને ૩૮ બૉલમાં પાંચ ફોર સાથે ૨૮ રન તથા વાઇસ કૅપ્ટન ચેતેશ્વર પુજારા ૨૩ બૉલમાં ૭ રન સાથે અણનમ રહ્યો હતો.
રહાણેની જાળમાં ફસાયા કાંગારૂઓ
ગઈ કાલની પ્રથમ દિવસની રમત બાદ ભારતીય બોલરો સાથે સૌકોઈ વિરાટની ગેરહાજરીમાં ટીમની જવાબદારી સંભાળી રહેલા અજિંક્ય રહાણેની કૅપ્ટન્સીનાં ભરપેટ વખાણ કરતા હતા. સ્મિથ, લબુશેન અને હેડની વિકેટ રહાણેએ બિછાવેલી જાળ અને ફીલ્ડિંગ પ્લેસમેન્ટને જ આભારી હતી. એ ઉપરાંત ૧૩મી ઓવરમાં જ અશ્વિનને બોલિંગ-અટૅકમાં લાવવાનો નિર્ણય માસ્ટરસ્ટ્રોક સાબિત થયો હતો. અશ્વિને વેડ અને સ્મિથની વિકેટ ઝડપીને કૅપ્ટનના ભરોસાને સાર્થક કર્યો હતો. રહાણેના બોલિંગ-ચેન્જિસ અને ફીલ્ડિંગ-પ્લેસમેન્ટ એટલા પર્ફેક્ટ હતા કે કાંગારૂઓને કમબૅક કરવાનો મોકો જ નહોતો આપ્યો.
થર્ડ લોએસ્ટ બૉક્સિંગ-ડે સ્કોર
ઑસ્ટ્રેલિયા મેલબર્નમાં બૉક્સિંગ ડે ટેસ્ટમાં પ્રથમ દિવસે પાંચમી વાર ઑલઆઉટ થઈ ગયું હતું. ગઈ કાલનો ૧૯૫ રન એમાં થર્ડ લોઅેસ્ટ હતો. ૨૦૧૦-’૧૧માં ઇંગ્લૅન્ડ સામે ૪૨.૫ ઓવરમાં બનાવેલો ૯૮ રનમાં સૌથી લોએસ્ટ છે જ્યારે ૧૯૮૬-૮૭માં ઇંગ્લૅન્ડ સામે જ ૫૪.૪ ઓવરમાં ૧૪૧ રન બીજા નંબરે છે. આ ઉપરાંત તેઓ ૧૯૮૧-’૮૧માં વેસ્ટ ઇન્ડીઝ સામે ૬૮.૧ ઓવરમાં ૧૯૮ રનમાં અને ૧૯૯૬-૯૭માં વેસ્ટ ઇન્ડીઝ સામે જ ૭૪.૫ ઓવરમાં ૨૧૯ રનમાં ઑલઆઉટ થઈ ગયા હતા.

First Published: 27th December, 2020 15:25 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK